Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

અહી લોકો કૂતરા પાસેથી મેળવી રહ્યા છે આશીર્વાદ - Viral Video

ભારતમાં ઘર્મ અને આસ્થા
નવી દિલ્હી. , ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (16:49 IST)
ભારતમાં ઘર્મ અને આસ્થાના મુકાબલે કદાચ કશુ પણ નહી હોઈ શકતુ. મહારાષ્ટ્ર  (Maharashtra) ના સિદ્ધિવિનાયક મંદિર Siddhivinayak Mandir) ની એક આવી જ અનોખી ઘટના સામે આવી છે. અહી લોકો કૂતરા પાસેથી આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે.  સોશિયલ મીડિયા (Social Media) પર આ ઘટનાનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. 
 
ભક્તોને આશીર્વાદ આપી રહ્યુ છે કૂતરુ 

 
સોશિયલ મીડિયા  (Social Media) પર વાયરલ થઈ રહેલ આ વીડિયો (Viral Video) માં તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર  (Maharashtra) ના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર  (Siddhivinayak Mandir) ની બહાર એક કૂતરુ બેસ્યુ છે. આ કૂતરુ કોઈ સાધારણ કૂતરુ નથી. આ કૂતરુ મંદિરમાંથી બહાર નીકળતા લોકોને આશીર્વાદ આપતુ જોવા મળી રહ્યુ છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ 
 
સિદ્ધિવિનાયક મંદિરની બહાર બેસેલ એક વ્યક્તિએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા  (Social Media) પર પોસ્ટ કર્યુ હતુ.  ત્યારબાદથી આ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો ખૂબ કમેંટ પણ કરી રહ્યા છે.  વીડિયોમાં દેખાય  રહ્યુ છે કે તે ડોગી મંદિરના ચબૂતરા પર બેસ્યુ છે. અને જેવો કોઈ ભક્ત મંદિરની બહાર નીકળે છે, ડૉગી તેની તરફ પોતાનો પંજો આગળ વધારે છે. ડોગી જેવો પોતાનો પંજો આગળ વધારે છે, મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો નીચે નમીને તેમની પાસેથી આશીર્વાદ લે છે. 
 
આ ઉપરાંત ડૉગી પોતાનો પંજો ભક્તોના હાથમાં આપીને તેમનુ અભિવાદન પણ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાયણનો આનંદ માણવા ગુજરાતીઓ ધાબે ચડ્યા, બપોર પછી મંદ પડશે પવન