Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાય રે અંધવિશ્વાસ - 'બાપ' બનવા માટે ગળી રહ્યો હતો જીવતો મરઘો, થઈ ગયુ મોત, ગળામાં ફંસાયેલો મરઘો જોઈને ડોક્ટર પણ હેરાન

હાય રે અંધવિશ્વાસ - 'બાપ' બનવા માટે ગળી રહ્યો હતો જીવતો મરઘો, થઈ ગયુ મોત, ગળામાં ફંસાયેલો મરઘો જોઈને ડોક્ટર પણ હેરાન
, સોમવાર, 16 ડિસેમ્બર 2024 (17:29 IST)
છત્તીસગઢના સરગુજામાં હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી એક વ્યક્તિએ જીવતો મરઘો ગળવાની કોશિશ કરી અને આ જ કારણે તેનુ મોત થઈ ગયુ. પોસ્ટ મોર્ટમ માટે બોડી પહોચી તો ડોક્ટર પણ હેરાન રહી ગયા. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આ જાણવાની કોશિશ કરી રહી છે કે શુ મૃતક કોઈ તાંત્રિકના સંપર્કમાં હતો કે પછી જીવતો મરઘો ગળવાની કોઈએ તેને સલાહ આપી હતી. 
 
ઘટના સરગુજા જીલ્લાના દરિમા વિસ્તારના છંદકાલો ગામની છે. અહી 35 વર્ષીય યુવકે જીવતો મરઘો ગળવાની કોશિશ કરી, જેને કારણે તેનો જીવ જતો રહ્યો. પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોએ યુવકના ગળામાં ફંસાયેલો મરઘો જોયો જ એને જોઈને બધા નવાઈ પામ્યા.  મળતી માહિતી મુજબ યુવક નિસંતાન હતો અને જેણે પિતા બનવા માટે જીવતો મરઘો ગળવાનો પ્રયાસ કર્યો હશે. 
 
શ્વાસ રોકાય જવાથી થયુ મોત 
પરિજનોએ યુવકને હોસ્પિટલમાં ત્યારે લાગ્યા હતા જ્યારે તેમને લાગુ કે તે પડી જવાથી ઘાયલ થઈ ગયો છે. પણ ડોક્ટરોની તપાસમાં સામે આવ્યુ કે યુવકનુ ગળુ મરઘાથી અવરોધાય રહ્યુ હતુ. જેને કારણે તેના શ્વાસ થંભી ગયા અને તેનુ મોત થઈ ગયુ. ડોક્ટરોએ જણાવ્યુ કે તેમણે 15000થી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે પણ આવી વિચિત્ર મોત પહેલા ક્યારેય જોઈ નથી.  આ ઘટના જાદુ ટોના સાથે જોડાઈને જોવામાં આવી રહી છે અને આ આશંકા બતાવાય રહી છે કે યુવક બાપ બનવા માટે આવી ખતરનાક હરકત કરી. પોલીસ મામલાની તપાસ કરવામાં લાગી છે. મૃતક નિ:સંતાન હતો અને તેની આ હરકત સંદિગ્ધ માનવામાં આવી રહી છે.  
 
પોસ્ટમોર્ટમમાં મળી સલામત મરઘી 
ડોક્ટરોએ જ્યારે મૃતકનુ પોસ્ટમોર્ટમ કર્યુ તો ગળામાં એક મરઘો મળ્યો.  લાંબા સમય સુધી મરઘો ગળામાં રહેવાને કારને મરઘાનું મૃત્યુ થયું હતું, પરંતુ તેના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા. મરઘાના પીંછા પણ સંપૂર્ણપણે સલામત હતા. હાલમાં એવું માનવામાં આવે છે કે અંધશ્રદ્ધાના કારણે મૃતકે આવું પગલું ભર્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું. જોકે, પોલીસ અન્ય વાતોની પણ તપાસ કરી રહી છે અને મરઘાની કડી ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Chido: ફાંસમાં વાવાઝોડાએ પરમાણુ હુમલા જેવી મચાવી તબાહી, 1000 લોકો માર્યા જવાની આશંકા