બિહારમાં ચમકી તાવ એટલેકે એક્યૂટ ઈંસેફલાઈટિસ સિંડ્રોમ (AES)ની આફત સતત ચાલુ છે અને આ બીમારીથી થનારા મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 વધુ બાળકોએ દમ તોડ્યો છે તો બીજી બાજુ 23 નવા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. મરનારા દસ બાળકોમાં સાતના મોત એસકેએમસીએચમાં જ્યારે કે ત્રણના મોત કેજરેવાલ હોસ્પિટલમાં થયા છે.
આ ઘટનામાં સૌથી વધુ પ્રભાવિત મુઝફ્ફરપુર જિલ્લો છે. અહીં માત્ર 24 કલાકમાં આ બીમારીને કારણે 6 બાળકોનાં મૃત્યુ થયાં છે. બિહારમાં આ જીવલેણ બીમારીનો પ્રભાવ વધી રહ્યો છે. એક અઠવાડિયાની અંદર આ બીમારીથી 75થી વધુ દર્દીઓ સામે આવી આવ્યા છે.
બીજી તરફ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે આ દર્દીઓમાં 34 હાઇપોગ્લેસિમિયા (લો બ્લડપ્રેશર)થી પ્રભાવિત છે.
એક્શનમાં સરકાર
આ પહેલા રાજ્યના સીએમ નીતીશ કુમારે સોમવારે આ મામલે વિભાગના પ્રધાન સચિવને ધ્યાન આપવાની સલાહ આપી. સીએમે કહ્યુ હતુ કે બાળકોના મોત પર સરકાર ચિંતિત છે અને તેનો કેવી રીતે સામનો કરવામાં આવે તેના પર કામ ચાલી રહ્યુ છે. સીએમે મુખ્ય સચિવને AES પર પોતે નજર રાખવાનો આદેશ આપ્યો. જ્યારે કે આ બીમારીને લઈને તેમને જાગૃતતા ફેલાવવાની વાત કરી છે.