Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં ફાયરની એનઓસી વગર જ 700 સ્કૂલો શરૂ

રાજકોટમાં ફાયરની એનઓસી વગર જ 700 સ્કૂલો શરૂ
, મંગળવાર, 11 જૂન 2019 (12:39 IST)
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આગના બનાવો સતત વધી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં થયેલા અગ્નિકાંડમાં 22 બાળકો મોતને ભેટ્યા હતા. ત્યાર બાદ તંત્ર દ્વારા ટયૂશન ક્લાસિસ સામે આકરા પગલાં લીધા હતા, પણ ટ્યૂશન કલાસિસ સામે બળિયું બનતું તંત્ર સ્કૂલ સામે પાંગળું સાબિત થઈ રહ્યું છે. રાજકોટમાં લગભગ 700 જેટલી શાળાઓ એનઓસી લીધા વગર શરૂ કરી દેવામાં આવી હતી તેમ છતાં તંત્ર કોઈ પગલાં ભરતું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો ત્યારે ગુજરાતમાં ફાયરની એનઓસી લીધા વગર જ તમામ સ્કૂલો થઈ શરૂ ગઈ છે ત્યારે રાજકોટની એકપણ શાળા પાસે ફાયરની એનઓસી નથી. ફાયર એનઓસી વગર તેમ જ બીજા કારણો આપી વાલીઓ દ્વારા શાળા ન શરૂ કરવા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે.
સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છતાં 10 દિવસમાં શાળામાં સેફટીના સાધનો વસાવ્યા નથી. તેમ છતાં રાજકોટમાં 700 જેટલી શાળાઓ આવેલી છે અને 700માંથી એક પણ શાળા પાસે એનઓસી નથી. ત્યારે શાળા સંચાલકોને માત્ર ફી વધારો કરવામાં જ સંચાલકોને રસ છે અને તંત્રને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ ચિંતા નથી જેવા અનેક સવાલો ઊભા થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાયુ' વાવાઝોડાનું જોખમ : રોરો અને કાર્ગો સર્વિસ બંધ કરવાની સાથે પોર્ટ એમ્પલોયર્સની રજા રદ