Mumbai Building Collapsed: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ અને તેનો કાટમાળ ચારે તરફ ફેલાઈ ગયો. ઈમારત ધરાશાયી થવાને કારણે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ 24 પરિવાર રહેતા હતા.
પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ હટાવવા માટે જેસીબી પણ મંગાવવામાં આવ્યો છે અને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ ઘટના અંગે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
મુંબઈ ફાયર બ્રિગેડના ચાર વાહનો, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (QRV), એક રેસ્ક્યુ વ્હીકલ (RV), અને એક ટર્નટેબલ લેડર (TTL) સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે પોલીસ, એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફ તૈનાત કર્યો હતો