Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jammu Kashmir Election: જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ 7 જિલ્લામાં થશે મતદાન

voting in jammu kashmir
, બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (08:22 IST)
જમ્મુ કાશ્મીર ચૂંટણીઃ જમ્મુ-કાશ્મીરમાં આજે એટલે કે બુધવારે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એક દાયકા બાદ 7 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે.
 
જમ્મુ-કાશ્મીરના સાત જિલ્લામાં આજે ચૂંટણી છે. અહીં 10 વર્ષ બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે સાત જિલ્લામાં મતદાન થશે. મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લા અને કાશ્મીર ખીણના ચાર જિલ્લાઓમાં 24 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણીમાં 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. 23 લાખથી વધુ મતદારો આજે તેમના ભાવિનો નિર્ણય કરશે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે.



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિઝબુલ્લાહે તાઈવાનથી 5000 પેજર ખરીદ્યા હતા, મોસાદ પર વિસ્ફોટકો મૂકવાનો આરોપ હતો, હવે સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે