Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અમદાવાદની મુલાકાતે, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા

ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અમદાવાદની મુલાકાતે, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા
, મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (09:42 IST)
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવશે. આ અંગે વ્હાઇટ હાઉસે જાણકારી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા પણ બે દિવસના પ્રવાસે સાથે આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ નવી દિલ્હી અને અમદાવાદમાં કાર્યક્રમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિનો આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ છે. આ પહેલા બરાક ઓબામા બે વખત 2010 અને 2015માં ભારતના પ્રવાસે આવ્યા છે. 
 
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રીશમે કહ્યું કે આ અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની ફોન પર વાતચીત થઇ હતી. આ બંને વચ્ચે સહમતિ બની હતી કે ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા પહેલાં ભારત-અમેરિકા વચ્ચે કૂટનીતિક ભાગીદારી વધશે. સાથે જ તેનાથી અમેરિકા અને ભારતના લોકો વચ્ચે સંબંધો મજબૂત બનશે. 
webdunia
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે અમેરિકન એજન્સી અમદાવાદમાં ધામા નાંખી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમ પર કબજો જમાવશે. આ ઉપરાંત દિલ્હીથી એસપીજીની ટીમો પણ અમદાવાદ આવી પહોંચશે. સ્ટેડિયમ અને આશ્રમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત આશ્રમથી સ્ટેડિયમ સુધીના રૂટ પર પણ અસંખ્ય કેમેરા લગાવાયા છે.
 
ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના હોવાથી બન્ને જગ્યાએ ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો છે ત્યાં પણ અંદાજે 700થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમ અને તેના પાર્કિંગમાં બે કંટ્રોલરૂમ પણ ઉભા કરવામાં આવ્યા છે. રથયાત્રાની પેટર્ન મુજબ મુખ્ય પોલીસ કંટ્રોલરૂમમાંથી તમામ સીસીટીવી કેમેરા મારફતે બાજ નજર રાખવામાં આવશે. બંદોબસ્તમાં ચાર હજારથી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ ગોઠવવામાં આવશે. તે સિવાય એનએસજી કમાન્ડો, આરપીએફ, એસઆરપીએફ અને રાયોટ કંટ્રોલ પોલીસ સહિતની એજન્સીઓ પણ સુરક્ષામાં સામેલ હશે.
 
ટ્રમ્પના કાફલામાં 100થી વધુ અંગત અંગરક્ષકો
ટ્રમ્પની સુરક્ષામાં તેમના પોતાના જ 100થી વધુ અંગરક્ષકો હશે. જે અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હશે. અદ્યતન ઉપકરણોથી સજ્જ વાહનોમાં આ અંગરક્ષકો ટ્રમ્પની સાથે જ રહેશે. મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમમાં પણ આ અંગરક્ષકો ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત રહેશે.
 
સાબરમતીવાસીઓ અને મોટેરાવાસીઓએ ઘરમાં પુરાઈ રહેવું પડશે
ટ્રમ્પની સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાતને પગલે અહીંના રહેવાસીઓને ઘરમાં પુરાઈ રહેવું પડશે. સુરક્ષાના કારણોસર સ્ટેડિયમ અને આશ્રમ નજીકના રસ્તા સામાન્ય લોકો માટે બંધ કરી દેવાશે. જેને કારણે અહીંના રહેવાસીઓ બહાર નીકળી નહી શકે.
 
ટ્રમ્પ જ્યાંથી પસાર થશે તે રૃટ પરની દુકાનો ઓફિસો બંધ કરી દેવાશે
ટ્રમ્પ જે રૂટ પરથી સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ પહોંચશે તે રૂટ પરની ઓફિસો અને દુકાનો સુરક્ષાના કારણોસર બંધ કરાવી દેવાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીન માટે બરબાદી બનતો જઈ રહ્યો છે કોરોના વાયરસ, સંક્રમિત લોકોની સંખ્યા 42,600ને પાર