જયપુરમાં રવિવારના રોજ કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.
આ રેલીમાં રાષ્ટ્રીય કૉંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં.
રેલીને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના રાજકારણમાં હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે સ્પર્ધા છે. બન્ને શબ્દોના જુદા-જુદા અર્થ છે.
હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને ગોડસે હિંદુત્વવાદી હતા.
હિંદુત્વવાદીઓને માત્ર સત્તા જોઈએ છે અને તેમની પાસે તે 2014થી છે. આપણે આ હિંદુત્વવાદીઓને સત્તા પરથી હઠાવવા પડશે અને હિંદુઓને પાછા લાવવા પડશે.