Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Goa Woman Paragliding Accident: ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન મહિલા અને ઈન્સ્ટ્રક્ટરનું મોત

Goa Woman Paragliding Accident: ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન મહિલા અને ઈન્સ્ટ્રક્ટરનું મોત
, રવિવાર, 19 જાન્યુઆરી 2025 (12:47 IST)
Goa Woman Paragliding Accident - ગોવામાં કેરી પ્લેટુ પર પેરાગ્લાઈડિંગ કરતી વખતે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા પ્રવાસી અને તેના પેરાગ્લાઈડિંગ પ્રશિક્ષકનું મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારે સાંજે બની હતી જ્યારે પુણેની રહેવાસી 27 વર્ષીય શિવાની ડબલે અને તેના પ્રશિક્ષક નેપાળી નાગરિક સુમલ નેપાળી (26) પેરાગ્લાઈડિંગ કરતી વખતે કોતરમાં પડી ગયા હતા.
 
કેવી રીતે થયો અકસ્માત?
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શનિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે થયો હતો. મહિલા અને તેના પ્રશિક્ષકે કેરી પ્લેટુ પરથી પેરાગ્લાઈડિંગ શરૂ કર્યું હતું. અચાનક પેરાગ્લાઈડરનું દોરડું તૂટી ગયું અને બંને ખડકો સાથે અથડાઈને ઊંડી ખાડીમાં પડી ગયા. જેના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ પોલીસ અને એમ્બ્યુલન્સને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી, પરંતુ બંનેને બચાવી શકાયા ન હતા. તેને ગોવા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ત્રણ માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી, 3 બાળકો સહિત 4 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત.