Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ghaziabad: દિલ્હી Zoo માં ફરી રહેલા પતિનુ હાર્ટ અટેકથી થયુ મોત, આધાતમાં પત્નીએ સાતમા માળથી લગાવી છલાંગ

Ghaziabad news
, મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (17:04 IST)
Ghaziabad news
-  પતિનું હાર્ટ એટેકથી મોત થતાં પત્નીએ સાતમા માળેથી કૂદી પડી હતી
-  24 કલાકમાં ઘરની અંદરથી બે અંતિમ યાત્રા નીકળતા હાહાકાર મચી ગયો.  
-  દિલ્હી ઝુ ની મુલાકાત દરમિયાન પતિને છાતીમાં દુખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં થયુ મોત 
 
ગાઝિયાબાદ. દિલ્હીની પાસે આવેલ ગાઝિયાબાદમાં એક દુખદ ઘટના બની છે. વૈશાલી વિસ્તારમાં પતિનુ હાર્ટ અટેકથી મોત થઈ તો પત્ની આધાત સહન ન કરી શકી. તેને પોતાના એપાર્ટમેંટના સાતમા માળેથી નીચે કુદીને પોતાનો જીવ આપી દીધો.  થોડાક જ કલાકમાં જ્યારે ઘરમાંથી બે મૃતદેહ નીકળ્યા તો હાહાકાર મચી ગયો. આખી સોસાયટીના લોકોની ત્યા ભીડ એકત્ર થઈ ગઈ.  મહિલા પોતાના પતિ સાથે દિલ્હીમાં પ્રાણીસંગ્રહાલય ફરવા ગઈ હતી. ત્યા પતિને હાર્ટ અટેક આવ્યો અને તેનુ મોત થઈ ગયુ. પતિની ડેડ બોડી જોઈને મહિલાએ આત્મઘાતી પગલુ ઉઠાવી લીધુ. 
 
વૈશાલી ચૌકી સેક્ટર 3 એલકૉન એપાર્ટમેંટમાં રહેનારા 25 વર્ષીય અભિષેક આહવાલિયા અને 22 વર્ષની અંજલિના લગ્ન ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ થયા હતા. સોમવારે બંને દિલ્હી પ્રાણીસંગ્રહાલય ફરવાનો પ્લાન બનાવ્યો. ત્યા ફરતા અચાનક અભિષેકના છાતીમાં દુખાવો થવા માંડ્યો. તેની હાલત  જોઈને અંજ લિએ પોતાના કેટલાક સંબંધીઓને ફોન કર્યો અને તેને ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.  ત્યાથી અભિષેક ને સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો.  ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ત્યારબાદ અભિષેકની લાશ સોમવારે વૈશાલી સ્થિત ઘરમાં લાવવામાં આવી. 
 
અંજલિ દિલ્હીની રહેવાસી હતી
 
પતિના અવસાન બાદ ગુમસુમ થયેલી અંજલિએ મંગળવારે એપાર્ટમેન્ટના સાતમા માળની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. અંજલીને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. અંજલિ મૂળ દિલ્હીના કરાવલ નગરની રહેનારી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનંત અંબાની- રાધિકા મર્ચંટના લગ્નમાં ઈંદોરના શેફ બનાવશે 2500 પ્રકારની ડિશ