Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોપસ્ટાર રિહાના પછી ગ્રેટા થનબર્ગેએ પણ ખેડૂતોનુ કર્યુ સમર્થન, અત્યાર સુધી આ ગ્લોબલ સેલિબ્રિટીજે ઉઠાવ્યો અવાજ

પોપસ્ટાર રિહાના પછી ગ્રેટા થનબર્ગેએ પણ ખેડૂતોનુ કર્યુ સમર્થન, અત્યાર સુધી આ ગ્લોબલ સેલિબ્રિટીજે ઉઠાવ્યો અવાજ
, બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (12:13 IST)
ખેડૂત આંદોલન કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો લગભગ 70 દિવસોથી આંદોલન પર બેસ્યા છે. હવે ખેડૂતોના સમર્થનમાં ગ્લોબલ સેલિબ્રિટીજ પણ પોતાનો અવાજ ઉઠાવવા લાગી છે. પૉપ સ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગ સહિત અનેક ઈંટરનેશનલ સેલિબ્રિટીઝે ખેડૂતોનુ સમર્થન કરી ટ્વીટ કર્યુ છે. રિહાનાએ પોતાના ટ્વિટર પર ખેડૂત આંદોલન સાથે જોડાયેલ સમાચાર શેયર કરતા લખ્યુ કે અમે આ વિશે વાત કેમ નથી કરી રહ્યા ? બીજી બાજુ પર્યાવરણ એક્ટ્વિસ્ટ ગ્રેટા થનબર્ગે કહ્યુ છે કે અમે ભારતમાં ખેડૂતોના પ્રદર્શનમાં એકજૂટતાથી ઉભા છે. જાણો અત્યાર સુધી કઈ સેલિબ્રિટીઝે શુ કહ્યુ છે. 
 
પૉપ સ્ટાર રિહાનાએ શુ કહ્યુ ?
 
ઉલ્લેખનીય છે કે કૈરેબિયન પૉપ સ્ટાર રિહાનાએ આવતીકાલે સાંજે ખેડૂતોના પ્રદર્શન સાથે જોડાયેલ એક સમાચાર શેયર કર્યા. આ સમાચાર ખેડૂતોના પ્રદર્શ ન સ્થળની આસપાસ ઈંટરનેટ બંધ કરવાને લઈને હતી.  રિહાનાએ આ સમાચાર શેયર કરતા લખ્યુ, 'અમે આ વિશે વાત કેમ નથી કરી રહ્યા ? રિહાનાએ હૈશટૈગ #FarmersProtestની સાથે આ ટ્વીટ કર્યુ હતુ. 

 
ગ્રેટા થનબર્ગે શુ કહ્યુ ?
 
રિહાનાના ટ્વીટ પછી પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ખેડૂત આંદોલનને લઈને ટ્વીટ કર્યુ. ગ્રેટાએ ટ્વિટ પર લખ્યુ, 'અમે ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન સાથે એકજૂટ થઈને ઉભા છે.  ગ્રેટા થનબર્ગએ વર્ષ 2019માં અમેરિકી મૈગેજીન ટાઈમે પર્સન ઓફ ધ ઈયર જાહેર કર્યુ હતુ. ગ્રેટા થનબર્ગ એ સમય વધુ ચર્ચામાં આવી  જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે તેમન વિવાદ થયો હતો. 

 
અન્ય કોણે શુ કહ્યુ ? 
 
લિસિપ્રિયા કાંગુઝુમ
પ્રદૂષણ સામે રાજધાની દિલ્હીની સડકો પર વિરોધ પ્રદર્શન કરનારા ભારતીય કાર્યકર્તા લિસિપ્રિયા કંગુઝામે પણ ખેડૂતોના સમર્થનમાં  ટ્વિટ કર્યુ હતુ. તેમણે પોતાના ટ્વીટમાં લોકોને ખેડૂત આંદોલનને ટેકો આપવા અપીલ કરી છે. લિસિપ્રિયા કાંગુઝુમ ફક્ત નવ વર્ષની છે.

 
 
જૈમી માર્ગોલિન 
 
બીજી બાજુ પર્યાવરણ કાર્યકર્તા જેમી માર્ગોલિને કહ્યુ છે  આ જરૂરી છે કે દુનિયા ભારતીય ખેડૂતો સાથે એક થઈને ઉભી રહે. ખેડૂત જળવાયુ સંકટના મોરચા પર છે. ખેડૂતો વગર અન્ન નથી. કૃપા કરીને ખેડૂત આંદોલનનુ સમર્થન કરો. 
 
YouTuber અને અભિનેત્રી લિલી 
 
એટલુ જની કનાડાઈ YouTuber  કોમેડિયન, ટોક શો હોસ્ટ અને અભિનેત્રી લિલીએ રિહાનાના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યુ છે, 'હા ખૂબ ખૂબ આભાર. આ માનવતાનો મુદ્દો છે. #IStandWithFarmers.’’
 
ઉલ્લેખનીય છે  કે દિલ્હીની ત્રણ સરહદો (સિંધુ, ટિકરી અને ગાઝીપુર) પર, જ્યાં ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં પોલીસની ચુસ્ત વ્યવસ્થા વધારી દેવામાં આવી રહી છે. ટીકરી બોર્ડર પર રસ્તા પર મોટી મોટી ખીલ્લીઓ લગાવ્યા પછી ખીલી મૂક્યા બાદ વહીવટી તંત્રે સિંઘુ બોર્ડર પર બેરીકેટને સિમેન્ટ સાથે જોડીને જાડી દિવાલ બનાવી છે. ગાઝીપુર બોર્ડર પર, દિલ્હી તરફથી કાંટાળો તાર લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, જ્યાં પ્રદર્શન  ચાલી રહ્યુ છે ત્યાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નીતીશ સરકારનો નિર્ણય, પ્રદર્શનો કરવામાં કાયદો તોડનારાઓને સરકારી નોકરી કે સરકારી કોન્ટ્રેક્ટ નહી મળે