rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Doctor's Day 2025 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે

doctors day
, મંગળવાર, 1 જુલાઈ 2025 (11:09 IST)
doctors day
દર વર્ષે 1 જુલાઈના રોજ, આપણે National Doctors Day ઉજવીએ છીએ. આ દિવસ આપણા દેશના બધા ડૉક્ટરોને સમર્પિત છે જેઓ આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે દિવસ-રાત કામ કરે છે. આ ખાસ પ્રસંગે, ચાલો તમને કેટલાક ખાસ સંદેશાઓ અને કોટ્સ(National Doctors Day 2025 Wishes) જણાવીએ છીએ જેના દ્વારા તમે આપણા આ અસલી હીરોઝ ને ડૉક્ટર દિવસની શુભેચ્છાઓ પણ મોકલી શકો છો.
 
 
National Doctor's Day  આપણને ડોકટરો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. આ લોકો આપણા જીવનના એવા 'સુપરહીરો' છે, જે ફક્ત રોગોની સારવાર જ નથી કરતા પણ આપણને માનસિક અને ભાવનાત્મક ટેકો પણ આપે છે.
 
કોરોના મહામારી જેવી આરોગ્ય કટોકટી દરમિયાન પણ, તમે જોયું હશે કે કેવી રીતે ડોકટરોએ પોતાની પરવા કર્યા વિના દર્દીઓની સેવા કરી. આવી સ્થિતિમાં, સ્વાભાવિક રીતે આજનો દિવસ એટલે કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ સફેદ કોટ પહેરેલા આ યોદ્ધાઓને શુભેચ્છા પાઠવવાનો એક ખાસ અવસર છે. આવો, આ સંબંધિત ખાસ શુભેચ્છાઓ વાંચો (Doctor's Day 2025 Wishes). 
 
ડોક્ટર્સ ડે ની શુભેચ્છાઓ  (Doctor's Day 2025 Wishes In Gujarati)
 
 
1. જ્યારે ગાઢ અંધારુ હોય છે, ત્યારે રોશની બનીને આવો છો 
પડતાને દરેક વખતે ઉઠાવી લો છો 
આ સફેદ કોટવાળા ક્યાથી આટલી હિમંત લાવે છે ?
ડોક્ટર્સ ડે પર આપ સૌનો આભાર માનીએ છીએ 
હેપ્પી ડોક્ટર્સ ડે 2025 
 
2. આશાઓના દિવા પ્રગટાવીએ છીએ   
 દરેક મુશ્કેલીથી અમને બચાવે છે 
કેટલુ પણ હોય અંધારુ, તમે રોશની લાવો છો 
સાચા હીરો છો તમે, જે દર દિલમાં સમાયા છો 
ડોક્ટર્સ ડે ની શુભેચ્છાઓ 
 
3. સફેદ કોટમાં તમે છો ફરિશ્તા 
દરેક જીવની કરો છો રક્ષા 
તમારા જજ્બાને સલામ કરીએ છીએ 
ડોક્ટર્સ ડે ની ઘણી શુભકામનાઓ 
 હેપ્પી ડોક્ટર્સ ડે 2025 
 
4) રાત હોય કે દિવસ, રહો છો તૈયાર 
સેવા જ છે તમારો સાચો પ્યાર  
દરેક રોગીનો કરો છો બેડા પાર 
હંમેશા રહો સલામત, અમારા ડોક્ટર સાહેબ 
ડોક્ટર્સ ડે ની શુભકામનાઓ 
 
5) જ્યારે દરેક આશા તૂટવા માંડે છે 
તમારી એક સ્માઈલ હિમંત આપે છે 
સ્વાસ્થ્યના દાતા જીવનના રક્ષક 
દરેક ક્ષણ તમારી સેવાને શત શત નમન   
હેપ્પી ડોક્ટર્સ ડે 
 
6) જ્યા રોગનુ હોય અંધારુ ઘટ્ટ  
ત્યા રોશની તમે બની જાવ છો 
દરેક જીવનને આપો છો આશા 
ડોકટર્સ ડે પર અમે તમને નમન કરીએ છીએ 
ડોક્ટર્સ ડે ની શુભકામનાઓ 
 
7. રાત-દિવસ એક કરી જે સેવામાં રહે છે મગ્ન 
ખુદની પરવા કર્યા વગર સૌની ભલુ ઈચ્છે છે 
એ બધા ડોક્ટર્સને મારા શત-શત નમન 
જે દરેક ક્ષણ જીવનને બચાવવાનો સંકલ્પ ધરાવે છે 
હેપ્પી ડોક્ટર્સ ડે 2025 
 
 
8. બીમારીઓ સામે લડતા શીખવાડો છો તમે 
દરેક મુશ્કેલમાં સહારો બની જાવ છો તમે 
ન જાણે કેટલા ચેહરા પર સ્માઈલ લાવો છો તમે
સાચે જ માણસોના રૂપમાં ભગવાન છો તમે. 
ડોક્ટર્સ ડે ની શુભેચ્છાઓ  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GST દિવસ 2025 - ભારતમાં GST શુ છે ? જાણો તેના પ્રકાર