એક વર્ષમાં ભાજપાના હાથથી 5 રાજ્ય એક -એક કરીને ફિસળી ગયા. જ્યારે 2019ની વાત કરીએ તો પહેલા મહારાષ્ટ્ર અને હવે ઝારખંડથી ભગવા પાર્ટી સત્તાથી બહાર થઈ ગઈ છે. પણ કેટલાક રાજ્ય એવા પણ છે જ્યાં એનડીએની સરકાર છે. આવો જાણી છે કે હવે કેટલા રાજ્યોમાં છે ભાજપાની સરકાર ઉત્તર પ્રદેશ- યૂપીમાં ફ્રેબ્રુઆતી-માર્ચ 2017માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ તેમના સહયોગી પાર્ટીની સાથે એતિહાસિક પ્રદર્શન કરતા 403 સભ્યો વાળી વિધાનસભામાં 325 સીટ જીતી હતી. વર્તમાન ત્યાં ભાજપાના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે.
કર્નાટક- કર્નાટકમાં વીએસ યેદિયુરપ્પાના નેતૃત્વ વાળી ભાજપા સરકાર. યેદિ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. પણ બહુમત સિદ્ધ નહી કરી શકયા. કાંગેસ જેડીએસની સરકાર પડ્યા પછી ફરી મુખ્યમંત્રી બન્યા. હવે તેમની પાસે પૂર્ણ બહુમત છે. 2018માં થયા વિધાનસભા ચૂંટણીમાં ભાજપા સૌથી મોટી પાર્ટી બની હતી.
ગુજરાત- પ્રધાનમંત્રી નરેન્દ મોદીના ગુજરાતમાં 1998થી ભાજપા સરકાર છે. પ્રધાનમંત્રી પદ સંભાળ્યા પહેલાથી 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.
વર્તમાનમાં વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી છે.
ત્રિપુરા- 2018માં ત્રિપુરામાં ભાજપાએ એતિહાસિક પ્રદર્શન કરતા વામપંથના 25 વર્ષ જૂના કિલા પડાવી દીધું. વર્તમાનમાં બિપ્લવ દેવ રાજ્યના મુખ્યમંત્રી છે.
હરિયાણા - હરિયાણામાં 2019માં વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષિત સફળતા નહી મળી. જેજેપીના આદિત્ય ચૌટાલાની સાથે મળીને પાર્ટીએ ફરી સરકાર બનાવી.
રાજ્યમાં મનોહર લાલ ખટ્ટર એક વાર ફરી મુખ્યમંત્રી બન્યા. ખટ્ટરએ પ્રધાનમંત્રીને નજીકી ગણાય છે.
ઉતરાખંડ- ઉતરાખંડમાં ભાજપાના ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી છે. 2017ના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા સત્તામાં વાપસી કરી હતી.
હિમાચલ પ્રદેશ- નવેમ્બર 2017માં થયા વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ હિમાચલમાં જીત દાખલ કરી. ત્યાં જયરામ ઠાકુર મુખ્યમંત્રી છે.
અસમ- અસમમાં ભાજપાના સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી છે. 2016માં થયા રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ 86 સીટ જીતીને પહેલીવાર સરકાર બનાવી.
ગોવા- ગોવામાં 2017ના વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં એક વાર ફરી ભાજપા સરકાર બનાવી. તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પર્રિકરએ કેન્દ્રથી રાજીનામુ આપી રાજ્યમાં સરકાર બનાવી. જ્યાં એનડીએની સરકાર છે. પણ કેટલાક રાજ્યોમાં તો ભાજ્પાની પાસે એક સીટ પણ નથી છે. એનડીએ શાસિત રાજ્યોમાં બિહાર, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેંડ, સિક્કિમ, મેઘાલય, મિજોરમમાં એનડીએની સરકાર છે .