Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ મેક ઈન ઈંડિયા, પણ હવે રેપ ઈન ઈંડિયા છે ભાઈ - રાહુલ, બીજેપી બોલી રાહુલ ગાંધીને સજા મળવી જોઈએ

નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ  મેક ઈન ઈંડિયા, પણ હવે રેપ ઈન ઈંડિયા છે ભાઈ - રાહુલ, બીજેપી બોલી રાહુલ ગાંધીને સજા મળવી જોઈએ
, શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (14:45 IST)
દેશમાં વધતી બળાત્કારની ઘટનાઓ પર તાજેતરમાં જ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ. જેના પર ભાજપાએ આજે સંસદમાં જોરદાર હંગામો કર્યો અને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં ઝારખંડની એક રેલી દરમિયાન કહ્યુ હતુ કે પીએમ મોદીએ મેક ઈન ઈંડિયાનો નારો આપ્યો હતો. પણ હવે આ રેપ ઈન ઈંડિયા બની ગયા છે.  તેના પર સંસદમાં આજે ભાજપા સાંસદોએ રાહુલ ગાંધી પર તીખો હુમલો બોલ્યા.  સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના નિવેદનને શર્મનાક બતાવ્યો અને માંગ કરી કે એવા નિવેદન માટે રાહુલ ગાંધીને સજા મળવી જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગુરૂવારે ઝારખંડના ગોડ્ડામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા દેશમાં મહિલાઓ વિરુદ્ધ વધતા અપરાધો પર મોદી સરકાર પર નિશાન સાધ્યો હતો. રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ મેક ઈન ઈંડિયા પણ વર્તમાન દિવસોમાં જ્યા પણ જુઓ ત્યા છે રેપ ઈન ઈંડિયા. 
 
રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે ઝારખંડમાં મહિલાનો રેપ થઈ ગયો ઉત્તર પ્રદેશમાં ભાજપાના એમએલએ એ જ યુવતીનો રેપ કર્યો. કારનુ એક્સીડેટ થઈ ગયુ પણ નરેન્દ્ર મોદી એક શબ્દ ન બોલ્યા.  મોદી જી કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો. તેમણે એ નહી જણાવ્યુ કે કોણાથી બચાવવા છે ભાજપાના ધારાસભ્યોથી બચાવવા છે. 
 
આ નિવેદન પર આજે સંસદમાં ભાજપા સાંસદોએ રાહુલ ગાંધી પર તીખો હુમલો બોલ્યો. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે આ ઈતિહાસમાં પહેલીવાર છે કે કોઈ નેતા કહી રહ્યો છે કે ભારતીય મહિલાઓનો રેપ થવો જોઈએ.  શુ રાહુલ ગાંધીનો આ દેશના લોકો માટે સંદેશ છે ? ભાજપા સાંસદે રાહુલ ગાંધી સાથે સદનમાં માફીની માંગ કરી અને લોકસભા અધ્યક્ષે તેમને સજા આપવાની વાત કરી. 
 
ભાજપા સાંસદ એ રાહુલ ગાંધી પાસે લોકસભામાં માફી માંગવાની વાત કરી.  ભાજપાની મહિલા સાંસદોએ રાહુલ ગાધી માફી માંગો.. રાહુલ ગાંધી શરમ કરો જેવા નારા લગાવ્યા. કેંન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે તે રાહુલ ગાંધીના નિવેદનથી દુખી છે.  રાજ્યસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર જોરદાર હંગામો થયો 
 
બીજી બાજુ રાહુલ ગાંધીએ માફી માંગવાની ના પાડી દીધી છે અને કહ્યુ કે પીએમ મોદીએ પણ થોડા દિવસ પહેલા દિલ્હીમાં એક રેલીમાં કહ્યુ હતુ કે દિલ્હી રેપ કેપિટલ બની ગયુ છે. આવામાં તેમણે પણ માફી માંગવી જોઈએ.  આ ઉપરાંત રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાની ખરાબ હાલત અને બેરોજગારી પર પણ સરકારને ઘેરી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બગસરામાં માનવભક્ષી દિપડો ઠાર કરી અગ્નિદાહ દેવાયો, ફરીવાર સીમમાંથી એક દિપડો દેખાયો