Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વગર રેસના વિજેતા રહ્યા ભૂપેંદ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી પહેલીવારમાં જ વિધાયથી CMની યાત્રા

વગર રેસના વિજેતા રહ્યા ભૂપેંદ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી પહેલીવારમાં જ વિધાયથી CMની યાત્રા
, રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (17:36 IST)
પટેલ અહમદાબાદના (AMC)ની સ્ટેંડિંગ કમેટીના પૂર્વ અધ્યક્ષ છે છે તે અર્બન ડેવ્લપમેંટ ઑથોરિટીના ચેયરમેન પણ રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. આનંદીબેન પટેલ પણ ઘાટલોદિયા સીટથી ચૂંટણી લડી હતી. ભૂપેંદ્ર પટેલ 2017મા જ પહેલીવાર વિધાયક બન્યા અને પહેલા જ કાર્યકાળમાં મુખ્યમંત્રી બની રહ્યા છે. 
 
ભાજપા વિધાયક દળની બેઠકમાં કેંદ્રીય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી અને પાર્ટીના મહાસચિવ તરુણ ચુગ પણ હાજર હતા. તોમરે રવિવારે સવારે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલથી મળ્યા હતા. રૂપાણી (65) એ શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેણે આગામી વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતની 182 વિધાનસભા બેઠકો માટે ડિસેમ્બર 2022 માં ચૂંટણી યોજાવાની છે.
 
રૂપાણી (65) કોરોના વાયરસ મહામારીના દરમિયાન ભાજપામાં શામેલ રાજ્યના પદ છોડતા ચોથા મુખ્યમંત્રી છે. તેણે ડિસેમ્બર 2017માં મુખ્યમંત્રીના રૂપમાં બીજી પારી માટે પદની શપથ લીધી હતી. તેણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી મુલાકાત અને તેણે રાજીનામા સોંપ્યા પછી પત્રકારથી કહ્યુ - મે ગુજરાતના મુખ્યમંત્રી પદથી રાજીનામા આપી દીધુ છે. મને પાંચ વર્ષ સુધી રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યુ. મે રાજ્યના વિકાસમાં ફાળો આપ્યો. મારી પાર્ટી જે કહે, હું તે આગળ કરીશ. "આનંદીબેન પટેલના રાજીનામા બાદ રૂપાણી 7 ઓગસ્ટ, 2016 ના રોજ સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પણ પદ પર બન્યા રહ્યા.
 
અટકળો નામો પાછળ રહી ગયા
રૂપાણીના રાજીનામા બાદથી એવી અટકળો થઈ રહી હતી કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વહીવટદાર પ્રફુલ ખોડા પટેલ, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલામાંથી કોઈ પાર્ટી મુખ્યમંત્રી બનાવી શકે છે. ગુજરાતના કૃષિ મંત્રી આર.સી.ફલદુના નામ અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Who is Bhupendra Patel - જાણો કોણ છે ગુજરાતના નવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ