Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ બનશે ગુજરાતના CM Live - ઔડાના ચેરમેન રહી ચુકેલા ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા ગુજરાતના નવા CM

કોણ બનશે ગુજરાતના CM  Live - ઔડાના ચેરમેન રહી ચુકેલા ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા ગુજરાતના નવા CM
, રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (16:15 IST)
વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતને રાજકીય સંકટમાંથી ઉગારવા માટે રવિવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. આશા કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામનો નિર્ણય થઈ જશે. ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ રહેશે એ માટે અનેક નામ રેસમાં ચાલી  રહ્યા છે. બીજી બાજુ યોગ્ય મુખ્યમંત્રી પસંદ કરવા માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીને નિરીક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 
 
ગાંધીનગરમાં ભાજપા કાર્યાલય પહોંચ્યા વિજય રૂપાણી 
 
વિજય રૂપાણી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપવા ગાંધીનગરના ભાજપ કાર્યાલય પહોંચ્યા.



04:05 PM, 12th Sep

ભૂપેંદ્ર પટેલ ગુજરાતના નવા સીએમ બન્યા 

03:47 PM, 12th Sep
webdunia

થોડીવારમાં વિજયભાઈ રૂપાણી કરશે ગુજરાતને સંબોધન ...નવા સીએમ નો પ્રસ્તાવ વિજયભાઈ રૂપાણી મુકશે..પત્રકાર પરિષદ યોજી વિજયભાઈ રૂપાણી આપશે માહિતી

03:27 PM, 12th Sep
webdunia


02:56 PM, 12th Sep
webdunia

ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર વિજય રૂપાણી વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપવા ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા.

02:32 PM, 12th Sep
ભાજપના ધારાસભ્ય દળની બેઠક ટૂંક સમયમાં શરૂ થશે.

02:26 PM, 12th Sep
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનસુખ માંડવિયા ગુજરાત ભાજપ કાર્યાલય પહોંચ્યા.
ભાજપના ધારાસભ્ય દળની બેઠક ટૂંક સમયમાં શરૂ થશે.

02:18 PM, 12th Sep
- સુપરવાઇઝર નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી પાર્ટી ઓફિસ પહોંચ્યા.
- ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગાંધીનગર સ્થિત કાર્યાલય પહોંચ્યા.
- વિજય રૂપાણી પણ ભાજપ કાર્યાલય પહોંચ્યા.

02:15 PM, 12th Sep
ભાજપા નેતા નીતિન પટેલએ કહ્યુ કે એક મુખ્યમંત્રી એવો હોવિ જોઈએ જે લોકપ્રિય હોય અનુભવી હોય અને બધાને એક સાથે લઈ જાય. મીડિયામાં મને મુખ્યમંત્રી બનાવાશે એવી વાતો ચાલે છે પણ મીડિયા મારા અનુભવના આધારે મારું નામ ચલાવે છે. વાસ્તવમાં મુખ્યમંત્રીપદે કોણ બેસશે તો ભાજપ હાઈકમાન્ડ જ નક્કી કરશે. નીતિન પટેલે એવું કહ્યું ખરું કે, આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છે અને એવા નેતાને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ

02:09 PM, 12th Sep
વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદથી રાજીનામા આપ્યા પછી આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠક મળશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.

02:00 PM, 12th Sep
મુખ્યમંત્રીઓની રેસમાં આ નામ મોખરે છે: ગુજરાતના નવા મુખ્યમંત્રીની રેસમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા મોખરે છે. તે તમામ પટેલ સમાજમાંથી આવે છે. આર.સી.ફલદુ, ગોરધન ઝાડફિયા અને પ્રફુલ પટેલના નામ પણ મુખ્યમંત્રી પદ માટે ચાલી રહ્યા છે, પરંતુ માંડવિયા અને નીતિન પટેલને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે.
 

01:59 PM, 12th Sep
તે વચ્ચે ગુજરાતના નવા મુખ્યમંત્રી ની પસંદગી કરવાની છે ત્યારે ઘણા નેતાઓની પસંદગીને નામને લઈને અટકળો ચાલી રહી છે ત્યારે હવે એક નવું નામ પણ ચર્ચામાં આવ્યો છે જે નામ છે આર.સી.ફળદુ

01:58 PM, 12th Sep
આજે નવા CM ની થશે જાહેરાત LIVE
- ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે.
- જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે.
- બપોરે 3 કલાકે ધારાસભ્ય દળની બેઠક મળ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અરવલ્લી- મેઘરજના વેડી ડેમમાં 500 ક્યુસેન પાણીની આવક ખેડૂતોમાં ખુશીનો માહોલ