Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જૂનાગઢના NSUI પ્રમુખને ઢોર માર માર્યો

Attempted murder complaint against Gondal MLA's son
, શુક્રવાર, 31 મે 2024 (16:45 IST)
Attempted murder complaint against Gondal MLA's son
જૂનાગઢ NSUI પ્રમુખનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના 'ગણેશગઢ' ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ બનનારનાં કપડાં કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા હતા.

આ મામલે ભોગ બનનાર દ્વારા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, હું અને મારો છોકરો 30 તારીખે રાત્રે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પુતળા પાસે પહોંચતા પાછળથી એક ફોર વ્હિલ કાર એકદમ સ્પીડમાં આવેલ અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી. જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મારો છોકરો મારી સાથે હોય મેં કહ્યું હતું કે, હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યારબાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતા આ ફોર વ્હિલનો ચાલક અને તેની સાથે બીજી એક ફોર વ્હિલ મારી પાછળ મારા ઘર પાસે આવી હતી. આ બંને કારમાંથી આશરે દશેક માણસો નીચે ઉતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા તેવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો જે માણસને જોતા આ માણસ ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો. તેને હું ઓળખી ગયેલ અને તેની સાથે તેના બીજા માણસો હતા તેને હું ઓળખતો નથી. પરંતુ, મને બતાવવામાં આવે તો જોયો ઓળખી શકું છું. ત્યારે ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલ અને આ લોકો જતા રહ્યા હતા. ત્યારબાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની ફોર વ્હિલ કારમાં ધસી આવ્યા હતા અને અને મારી મોટર સાયકલને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખ્સોએ નીચે ઉતરી મને લોખંડના પાઈપ વડે મારવા લાગ્યા હતા.તેની પાછળ પણ બે કાર આવી હતી. તેમાંથી પણ માણસો નીચે ઉતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા.

ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારનું જૂનાગઢમાંથી અપહરણ કરી ગોંડલ તરફ લઈ ગયા હતા. આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના નિવૃત્ત CAને શેરબજારમાં રોકાણ કરાવી 1.97 કરોડની છેતરપિંડી આચરનાર ઝડપાયો