Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mahatma Gandhi પર બોલ્યા અમિત શાહ - ખૂબ ચતુર વાણિયો હતો !!

Mahatma Gandhi પર બોલ્યા અમિત શાહ - ખૂબ ચતુર વાણિયો હતો !!
રાયપુર. , શનિવાર, 10 જૂન 2017 (12:44 IST)
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના રાયપુર મુલાકાતમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે આ પાર્ટીની ન તો કોઈ નીતિ છે કે ન તો કોઈ વિચારધારા છે. શાહે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ કે અમારુ લક્ષ્ય રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 65 સીટો જીતવાનુ છે. સાથે જે તેમણે મહાત્મા ગાંધી પર મોટુ નિવેદન આપતા કહ્યુ કે તેઓ દૂરદર્શી હોવાની સાથે ખૂબ જ ચતુર વાણિયા હતા. તેમને ખબર હતી કે આગળ શુ થવાનુ છે. તેમણે આઝાદી પછી કહ્યુ હતુ કે કોંગ્રેસને વિખેરી દેવી જોઈએ. 
 
શાહ આટલેથી જ રોકાયા નહી. તેમણે કહ્યુ કે મહાત્મા ગાંધીએ કોંગ્રેસને ખતમ કરવાનુ કામ ન કર્યુ પણ હવે કેટલાક લોકો તેને વિખેરવાનુ કામ કરી રહ્યા છે.  સંગઠનના આ કાર્યક્રમમં તેમણે કહ્યુ કે મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે કોંગ્રેસને વિચારધારા જ નથી.. દેશ ચલાવવાની કે સરકાર ચલાવવાના તેમના કોઈ સિંદ્ધાંત જ નથી. 
 
રાજધાનીના મેડિકલ કોલેજ પ્રેક્ષાગૃહમાં શાહે કહ્યુ કે દુનિયાની સૌથી મોટી રાજનીતિક પાર્ટી હોવાનો દાવો કરનારી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષનુ કહેવુ છે કે પાર્ટીમા આતંરિક લોકતંત્ર છે. તેથી એક સાધારણ ચા વેચનારો દેશનો પ્રધાનમંત્રી છે અને એક સામાન્ય કાર્યકતા રાષ્ટ્રીય અધ્યક્ષ.  ભાજપાનો ઉદય રાષ્ટ્રવાદના સિદ્ધાંત પર થયો છે. એ જ કારણ છે કે અમારા માટે દેશ સર્વોપરિ છે. 
 
દેશ પછી પાર્ટી અને અંતમાં વ્યક્તિ છે. અમારી આર્થિક નીતિનો આધાર અંત્યોદય છે. પાર્ટી માને છેકે અંતિમ પંકિત પર બેસેલા વ્યક્તિનો વિકાસ થશે તો દેશ વિકાસ કરશે.  DAVV માં લાગેલા દેશ વિરોધી નારાનો ઉલ્લેખ કરતા શાહે કહ્યુ કે પાર્ટીની સ્પષ્ટ વિચાર છે કે જે દેશ વિરુદ્ધ નારો લગાવશે તે દેશદ્રોહી કહેવાશે.  પાર્ટીના ચરિત્ર પર શાહે કહ્યુ કે ભાજપા શાસિત રાજ્ય ઝડપથી વિકાસ કરી રહ્યા છે.  આ કહેવાની વાત નથી આંકડા બતાવે છે. કોઈપણ તેનુ પરીક્ષણ કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાલનપુરમાં ભાજપના કાર્યકરોએ ભીંતપત્રોના સુવાક્યો પર કૂચડા માર્યા