Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

પાલનપુરમાં ભાજપના કાર્યકરોએ ભીંતપત્રોના સુવાક્યો પર કૂચડા માર્યા

પાલનપુર
, શનિવાર, 10 જૂન 2017 (11:57 IST)
પાલનપુર શહેરમાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા શખસો દ્વારા જાહેર માર્ગની દીવાલો, જોરાવર પેલેસ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વિભાગીય કચેરી, શાળાઓ સહિતના જાહેર સ્થળોની દીવાલો ઉપર રાજ્યના આરોગ્ય મંત્રીના નામ સાથે ભીંત ઉપર ‘શંકર ચૌધરીની ગુલામી હવે બંધ’, પાલનપુર ધારાસભ્ય ‘મહેશ પટેલની ગુલામી હવે બંધ’, ‘ભાજપ-કોંગ્રેસની ગુલામી હવે બંધ’, ‘હપ્તા ખોરી હવે બંધ’,  જેવા વાક્યો ભીંત ઉપર ચીતરવામાં આવ્યા હતા.  જેના પગલે પાલનપુર શહેરમાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી. આ લખાણ સવારે વહેલા શહેરીજનો જોતાં અચંબામાં પડી ગયા હતા. જેમાં ભાજપના કાર્યકરો દ્વારા ‘શંકર ચૌધરીની ગુલામી હવે બંધ’ ના લખાણ ઉપર કુચડા મરાયા હતા. જ્યારે અમુક જગ્યાએ ‘ભાજપ-કોંગ્રેસની ગુલામી હવે બંધ’ લખાણ હતું તેમાં ખાલી ભાજપ ઉપર જ કુચડા માર્યા હતા. બન્ને પક્ષના આગેવાનોને ફોન કરી પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ‘આ લખાણ વિશે અમારા પક્ષ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી.’
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં અ।ષાઢી માહોલ, રાજ્યના વિસ્તારોમાં મેઘસવારી (ફોટા)