US Earthquake News: અમેરિકાના અલાસ્કાના દરિયા કિનારે ભૂકંપના ભયાનક આંચકા અનુભવાયા છે. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 જણાવવામાં આવી છે.
Alaska Earthquake News:અમેરિકાના અલાસ્કાના દરિયાકાંઠે રવિવારે ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.3 જણાવવામાં આવી છે. આ આંચકા એટલા જોરદાર હતા કે તેના પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આંચકાના કારણે ભયંકર તબાહી સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. જો કે ભૂકંપના કારણે થયેલા નુકસાનની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, રવિવારે બપોરે અલાસ્કામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે, જે બાદ ગભરાટનો માહોલ છે. યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપ 9.3 કિમી (5.78 માઇલ) ની ઊંડાઇએ હતો.