Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

America News - માતાની કાર નીચે જ કચડાઈ ગઈ 13 મહિનાની માસુમ બાળકી

new born
, મંગળવાર, 11 જુલાઈ 2023 (14:33 IST)
અમેરિકાના એરિજોનામાં એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહી એક 13મહિનાની માસૂમની પોતાની જ મા ની કારથી અથડાઈને મોત થઈ ગયુ.  આ દુર્ઘટના ગયા ગુરૂવારે પરિવારના કૉટનવુડ સ્થિત ઘર પાસે થઈ.  છ જુલાઈના રોજ યવાપાઈ કાઉંટી શેરિફ ઓફિસમાં મહિલાએ ફોન કર્યો હતો. જેમા મહિલાએ ઘટના વિશે માહિતી આપી. 
 
કારની ચપેટમાં આવી હતી બાળકી 
માહિતી મુજબ કારને એક સાંકડી ગલીમાંથી બહાર કાઢવાની હતી. મહિલાએ પોલીસને જણાવ્યુ કે તેને લાગ્યુ કે તેણે પોતાની બાળકીને સુરક્ષિત સ્થાન પર સૂવાડી છે.  કારને બહાર કાઢતી વખતે તેની બાળકી કારના કારના આગળ પૈડા નીચે આવી ગઈ. જેને કારણે તે બાળકી ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ. ઘટના સ્થળ પર પહોચેલા ડોક્ટરોએ બાળકીને બચાવવાની કોશિશ કરી પણ તે સફળ ન થયા. બાળકને વર્ડે વૈલી મેડિકલ સેંટરમાં મૃત જાહેર કરવામાં આવી. 
 
ઘટનાની થઈ રહી છે તપાસ 
વાઈએસસીઓ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન બ્યુરો હવે ઘટનાની તપાસ કરી રહ્યુ છે. હાલ આ માહિતી નથી મળી શકી કે મહિલાને તેની પુત્રીના મોતના મામલે આરોપી બનાવાશે કે નહી. મરનારી બાળકીની ઓળખ 13 મહિનાની સાઈરા રોજ થોમિંગના રૂપમાં થઈ છે. બાળકીની મોત પર પરિજનોએ દુખ વ્યક્ત કર્યુ છે. તેના અંકલે લખ્યુ કે તે એક નાનકડી બાળકી હતી જે દુનિયામાં રોશની અને ચેહરા પર સ્માઈલ લઈને આવી હતી. બાળકીનો જન્મ 16 મે 2022ના રોજ થયો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેનમાંથી સામાન ચોરી થાય તો આ રીતે મળશે વળતર