Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બંગાળ ચૂંટણી - શરૂઆતના બે કલાકમાં 18 ટકા વોટિંગ, EC સામે આવી 250 ફરિયાદો

બંગાળ ચૂંટણી - શરૂઆતના બે કલાકમાં 18 ટકા વોટિંગ, EC સામે આવી 250 ફરિયાદો
નવી દિલ્હી , ગુરુવાર, 5 મે 2016 (11:09 IST)
કડક સુરક્ષા વચ્ચે આજે સવારે પશ્ચિમ બંગાળમાં  છઠ્ઠા અને અંતિમ ચરણ માટે વોટિંગ શરૂ થઈ ગયુ છે. આ ચરણમાં 2 જીલ્લાની 25 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્ય છે. તેમા કૂચ બિહારની 9 અને પુરબા મેદિનીપુર જીલ્લાની 16 સીટો પણ સામેલ છે. અંતિમ ચરણમાં 170 ઉમેદવારોની કિસ્મત દાવ પર લાગ્યો છે.  મહિલા ઉમેદવારોની સંખ્યા 18 છે. જ્યારે કે કૂચબિહારથી 67 અને પૂર્વ મેદિનીપુરથી 103 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. અંતિમ ચરણમાં કુલ 58,04,019 મતદાતા મતદાન કરશે. 
 
મતદાન માટે 6,765 મતદાન કેન્દ્ર બનાવ્યા છે. જ્યારે કે 9 સહાયક મતદાન કેન્દ્ર પણ છે. અંતિમ દોરમાં બધી 25 સીટો પર ભાજપા અને ટી.એમ.સીના ઉમેદવાર મેદાનમાં છે. 25 સીટોમાં લેફ્ટ 17 અને કોંગ્રેસ 4 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત 8 સીટો પર બી.એસ.પી. પોતાની કિસ્મત અજમાવી રહ્યુ છે.  કૂચ બિહાર જીલ્લામાં જોડાયેલા 51 બાંગ્લાદેશી એન્કલેવ નવી વોટ બેંક માનવામાં આવી રહી છે. 
 
મતદાન દરમિયાન કોઈ પણ હિંસાથી નિપટવા માટે કેન્દ્રીય બળોની 361 કંપનીઓ સહિત 50 હજાર સુરક્ષા કર્મચારીઓ ગોઠવાયા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પાંચ ચરણોમાં 294 સભ્યોની વિધાનસભાની 269 સીટો પર મતદાન પુર્ણ થઈ ચુક્યુ છે અને ત્યારબાદ 19 મે ના રોજ મતગણના થશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમિલનાડુના મુખ્યમંત્રીએ જયલલિતા પ્રત્યે વફાદારી બતાવતા કહ્યુ, જયલલિતાને મત આપો એ ભગવાન છે