તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા માટે પોતાની ખાસ વફાદારી બતાડી ચુકેલા રાજયના મહેસુલ મંત્રી આર.બી.ઉદયકુમાર લોકો પાસે જયલલિતાના નામે મતો માંગી રહ્યા છે. તેમણે લોકોને કહ્યુ છે કે, જયલલિતાને જ મત આપો કારણ કે તેઓ ભગવાન છે.
ચુંટણી પ્રચાર દરમિયાન તેઓ પોતાના માટે મત નથી માંગતા પરંતુ હાથ જોડીને લોકો પાસે અમ્માને મત આપવા કહે છે. તેઓ લોકોને કહે છે કે, આજે તેમના ઘરમાં જે કઇ પણ છે તે અમ્માને કારણે છે. ઉદયકુમાર કહે છે કે, જયલલિતા તમામ ઘરોમાં ભગવાન સમાન છે. હું માત્ર મત એકઠા કરવાવાળો છુ જે પોતાના ભગવાનને આપવાની પ્રતિક્ષા કરી રહ્યો છે.
ઉદયકુમારને જયારે પુછવામાં આવ્યુ કે તમે આવુ શા માટે વિચારો છો ? તો તેમણે કહ્યુ હતુ કે, જયલલિતા એક માત્ર નેતા છે જેઓ ગરીબો માટે વિચારે છે તેઓ માત્ર જાહેરાત જ નથી કરતા પણ તેનુ પાલન પણ કરે છે.