Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ લખી પોતાની આત્મકથા 'એસ અગેંસ્ટ ઓડ્સ, જુલાઈમાં થશે પ્રકાશિત

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ લખી પોતાની આત્મકથા 'એસ અગેંસ્ટ ઓડ્સ, જુલાઈમાં થશે પ્રકાશિત
નવી દિલ્લી: , બુધવાર, 4 મે 2016 (18:27 IST)
ભારતની સૌથી સફળ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની આત્મકથા તમે આ વર્ષના જુલાઈ મહિનામાં વાંચી શકશો. ‘Ace Against Odds’ (એસ અગેંસ્ટ ઑડ) શીર્ષક સાથેની આત્મકથામાં સાનિયા મિર્ઝાએ પોતાના જીવનના શરૂઆતી દિવસોને લઈને વિશ્વના નંબર વન ડબલ્સ ખેલાડી બનવાની કથાને લઈને પોતાની આપવીતી આ આત્મકથામાં લખી છે.

સાનિયાને તેની લાઈફમાં ક્યારેક તિરંગાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે તો ક્યારેક શોએબ મલિક સાથે લગ્ન કરવાના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સાનિયાએ તેના બધા જ વિવાદોના જવાબ તેની રમતથી આપી મહિલા ડબલ્સમાં નંબર વન સુધીની મંઝીલ સર કરી હતી. તે ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડની માર્ટિના હિંગિસ સાથે જોડી બનાવીને સતત સૌથી વધુ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પ્રકાશક હાર્પર કોલિંસ જણાવ્યું હતુ કે, 'એસ અગેંસ્ટ ઓડ્સ ' (ACE AGAINST ODDS)ના શીર્ષકથી આત્મકથા સાનિયા અને તેમના પિતા ઈમરાન મિર્ઝાએ લખી છે. હાર્પર હાર્પર કોલિંસનો મુખ્ય સંપાદક અને પ્રકાશક વી.કે કાર્તિકે જણાવ્યું હતુ કે, સાનિયાની સિદ્ધિઓ અસાધારણ છે અને તેની આત્મકથા પ્રેરણાદાયક છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોનસન એન્‍ડ જોનસન ઉપર 365 કરોડ રૂપિયાનો દંડ, પાવડરના ઉપયોગથી એક મહિલાને કેન્સર