Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાંઢના લોકો ચોમાસાની ઋતુમાં પણ પાણી માટે પીડા ભોગવી રહ્યા

water problem
, સોમવાર, 27 જૂન 2022 (18:57 IST)
નેતાઓ ભલે કહેતા હોય કે વાગડ સૌથી આગળ પણ વાસ્તવિકતા તદ્ન જુદી છે. રાપર તાલુકામાં ૯૭ ગામો અને ૨૨૭ વાંઢોનો સમાવશ થાય છે. ચૂંટણી આવે એટલે આ તમામ ગામો અને વાંઢોની મુલાકાત લેતા કહેતા હોય છે તમારા ગામમાં વાંઢોમાં તમામ પ્રકારની સવલતો ઉભી કરી દેવાશે. મુંઝાતા નહિં, કોઈ પણ રજુઆત હોય અડાધી રાતે ફોન કરજો, એમ વચનોની લ્હાણી કરી નેતાઓ નિકળી જાય છે. મતદાતાઓ વિશ્વાસમાં આવી જઈ નેતાઓને ચૂંટી કાઢે છે અને પછી એ જ નેતાઓ હારી જાય કે પછી જીતી જાય, રાપરના  છેવાડાના એ ગામડાઓ હોય કે વાંઢોના લોકોને મળવાનું ટાળતા હોય છે. પાંચ વર્ષી પછી એ જ ચૂંટણીનો ખેલ રચાય. ફરી એ જ પુનરાવર્તન થાય છે. અિધકારીઓ પણ લોકોની રજુઆતોને સાંભળીને જાડી ચામડીના થઈ ગયા છે. વાંઢોનો વિકાસ ન થવાનું એક કારણ એ પણ છે કે, ૭૦ ટકા જેટલી વાંઢો રેવન્યુ રેકર્ડ પર ચડી નાથી. જેાથી લોકોને પાયાની પ્રાથમિક સુવિાધાઆોથી  વંચિત રહેવુ પડે છે. ત્યારે, રાપર તાલુકાના જાટાવાડાની જીલાર વાંઢમાં નાથી તો રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય. એક તરફ સરકાર પ્રવેશોત્સવની ઉજવણી કરે છે ત્યારે બીજીતરફ જીલારવાંઢની દિકરીઓને પાણી માટે શિક્ષણ છોડવુ પડે છે. આજે પણ આ વાંઢના લોકો વિરડા આાધારિત પાણી મેળવે છે.રાપર તાલુકાના જાટાવાડા ગામ હેઠળની જિલ્લારવાંઢ તમામ મૂળભૂત સુવિાધાઓાથી વંચિત છે.  પીવાના પાણીની સમસ્યા શિક્ષણ, આરોગ્ય, લાઈટ,એસ.ટી સહિત રોડ, ગટર લાઈન આમ સ્વચ્છ ભારત યોજનાની કોઈ સુવિાધા મળી નાથી.પંચાયતના રેવન્યુ રેકર્ડમાં વાંઢનો વર્ષો બાદ પણ ગામતળ મા સમાવેશ કરવામાં આવ્યો નાથી.  આજે પણ ગામની સિમમાં વિરડામાંઓ ખોદી ને વાઢના લોકો અબાલ વૃદ્ધ પાણી ભરે છે. રોડ-રસ્તા , લાઈટ, પાણી અને શિક્ષણના અભાવાથી ગામ લોકો વિકાસાથી વંચિત નાના બાળકો પાણી ભરવા માટે જાય છે તો શિક્ષણ કેમ મેળવવા નું એ પણ એક પ્રશ્ન છે. એક તરફ બાળકો અને દિકરી માટે વડાપ્રાધાન શિક્ષણ ની વાત કરી રહ્યા છે ત્યારે આ  વાંઢ વિસ્તારમાં પાણી માટે દિકરીઓ શિક્ષણ મેળવી શકતી નાથી.
 
રાપર તાલુકાના જાટાવાડા ગામની પાસે આવેલી જિલ્લાર વાંઢમાં હજુ સુાધી સરકારી યોજનાઓ પહોંચી શકી નાથી. વાંઢના લોકો ચોમાસાની તુમાં પણ પાણી માટે પીડા ભોગવી રહ્યા છે. આજે પણ અહીંના લોકો વિરડા આાધારિત પાણી મેળવે છે. પરિવારના અબાલ વૃદ્ધ માટે પાણી ભરવા જાઉં રોજિંદો ક્રમ બની ગયો છે.આ સિવાય લાઈટ, પાકારસ્તા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિાધા હજુ સુાધી લોકોને મળી શકી નાથી. ખૂબી ની વાત એ છે કે જાટાવાડા ગામનો રેવન્યુ રેકર્ડ જિલ્લાર વાંઢના નામે બોલે છે પરંતુ તેમાં વાંઢનો  સમાવેશ થઈ શક્યો નાથી.સરકારી યોજના નલ સે જલ યોજનાની વાટ જોતુ જીલારવાંઢ તો ઠીક પણ પાણી પુરવઠાનુ ટેન્કર નથી આવતુ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી, જાગ્રત યુવતીએ વીડિયો ઉતાર્યો, પોલીસ તપાસના આદેશ અપાયા