Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી, જાગ્રત યુવતીએ વીડિયો ઉતાર્યો, પોલીસ તપાસના આદેશ અપાયા

અમદાવાદમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી, જાગ્રત યુવતીએ વીડિયો ઉતાર્યો, પોલીસ તપાસના આદેશ અપાયા
, સોમવાર, 27 જૂન 2022 (18:29 IST)
ગુજરાતમાં ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સની વધી રહેલી બદી સામે આવી રહી છે. ત્યારે બેફામપણે જાહેર સ્થળો પર પણ નશો કરતા લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અમદાવાદના મણિનગરમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા ટપોરીઓ રીતસર હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. આ પાર્કમાં અનેક મહિલાઓ બાળકો સાથે સવાર-સાંજ આવે છે. ત્યારે આવા ટપોરીઓને કારણે તેમને અનેક વખત હેરાનગતીનો સામનો કરવો પડે છે. આ ગાર્ડનમાં એક મહિલાએ હિંમતભેર હુક્કા પાર્ટી કરતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. હવે આ ઘટનામાં પોલીસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે, જેને કારણે સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. થોડા સમય અગાઉ ઇસનપુર વિસ્તારમાં દારૂના વેચાણ દરમિયાન લાઈનો લાગી હોય એવા વીડિયો વાઇરલ થયા હતા. ત્યારે હવે પબ્લિક પ્લેસ એટલે કે ગાર્ડનની અંદર લોકો બેફામ બનીને હુક્કા પાર્ટી કરી રહ્યા છે. મણિનગરમાં આવકાર હોલ ઘોડાસર ચોકડી પાસે આવેલા અમૂલ ગાર્ડનમાં કેટલાક ટપોરીઓએ ઘૂસી ગયા હતા. આ સમયે ગાર્ડનની અંદર મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હાજર હતા. તેઓ બેફામ બનીને બિનધાસ્ત કોઈનો ડર ન હોય એમ હુક્કાની પાર્ટી કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને કારણે હાલ શહેરમાં સવાલો ઊભા થયા છે.આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ હિંમત કરીને ગાર્ડનમાં હુક્કાપાર્ટી કરતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં ચાર-પાંચ છોકરા હાથમાં હક્કો લઈને ગાર્ડનમાં ઘૂસે છે અને જાહેરમાં બેસીને બેસીને હુક્કાની મજા માણે છે. આ સમગ્ર ઘટનાથી કેટલાક લોકો ગાર્ડન છોડીને જતા રહે છે. વીડિયો ઉતારનાર મહિલાએ જણાવ્યું હતું કે આ ગાર્ડનમાં હું નિયમિત આવું છું અને અન્ય લોકો પણ મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે. ગાર્ડનમાં આવા લોકો ઘૂસી ગયા બાદ લોકો ત્યાં જતાં હવે ફફડે છે. આ બનાવ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના PI ડીડી ગોહિલે જણાવ્યું હતું કે હું આ પ્રકરણમાં તપાસ કરાવું છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે, 4 યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે