Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રથયાત્રા રૂટનુ હવાઈ સર્વેક્ષણ

rath yatra
, સોમવાર, 27 જૂન 2022 (13:22 IST)
ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષ બાદ યોજાઇ રહી છે. કોરોનાને કારણે બે વર્ષ સુધી ભક્તો ભગવાનની રથયાત્રાનો લ્હાવો લેવાથી વંચિત રહ્યા હતા. આ વખતે રથયાત્રા નીકળી રહી છે જેથી ખુબ મોટાપ્રમાણમાં ભાવિકો ઉમટી પડે તેવા રિપોર્ટ છે. આ સાથે આઇબીના રિપોર્ટમાં પણ કેટલાંક તોફાની તત્વો વાતાવરણ ડહોળી શકે તેવી શક્યતાને જોતા પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને લોંખડી બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં સૌ પ્રથમવાર હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કરવામાં આવશે. જે અંગે શનિવારે પોલીસ કમિશનરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલીકોપ્ટરમાં રથયાત્રાના રૂટ પર હવાઇ સર્વક્ષણ કર્યું હતું.
 
 રથયાત્રા વિધ્ન વિના યોજાઇ તે માટે અમદાવાદ શહેર પોલીસે જગન્નાથ મંદિર, સરસપુર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં થ્રી લેયર સિક્યોરીટી તૈયાર કરવાનું નક્કી કર્યું છે. આ સાથે ફુટ પેટેલીંગ, હોટલો ચેંકિગ, વાહનચેકિંગ ,  ખુબ માટે શરૂ કર્યું છે. આ ઉપરાંત, રથયાત્રા શરૂ થશે અને પરત આવે ત્યાં સુધીના રૂટ પર હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કરવાનું નક્કી કરાયું છે. જેથી શનિવારે સાંજે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટ પર હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. જેમાં એરિયલ વ્યુથી વોચ રાખવાના મુદ્દા, લોકેશન ટ્રેકિગ જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી.   બીજી તરફ કેટલાંક તત્વો રથયાત્રા દરમિયાન અમદાવાદના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી શકે તે અંગેનો રિપોર્ટ આઇબી દ્વારા આપવામાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની હિલચાલ, હોટલ ચેંકિગ અને વાહન ચેકિંગ પણ સખત કરાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rathyatra Route- રથયાત્રા રૂટને નો પાર્કિંગ ઝોન તૈયાર- 30 જૂનની રાતથી રસ્તાઓને બંધ કરાશે