Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત પર બે સિસ્ટમની અસર થશે, 19 ઑક્ટોબર બાદ ફરીથી નવો વરસાદી રાઉન્ડ?

rain in Gujarat
, મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (09:53 IST)
ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ અરબી સમુદ્રની સિસ્ટમની અસર થઈ રહી છે અને આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
જેના લીધે ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. જે બાદ આશરે 16 ઑક્ટોબરની આસપાસ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ફરી બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રમાં આવશે ત્યારે વરસાદનું પ્રમાણ વધશે.
 
આગામી બે દિવસો સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આગામી બે દિવસો દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
 
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાયેલું રહેશે અને કેટલી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.
 
બંગાળની ખાડીની સિસ્ટમની ગુજરાતને ક્યારે અસર થશે?
 
બંગાળની ખાડીમાં જે લૉ-પ્રેશર એરિયા બન્યો છે એ આગામી દિવસોમાં દક્ષિણ ભારત પર આવશે. જે બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
હાલ અરબી સમુદ્રમાં આવીને તે વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે ચોક્કસ આગાહી કરી શકવી મુશ્કેલ છે, જેથી હવામાન વિભાગ પણ આ મામલે કોઈ માહિતી આપતું નથી.
 
આ સિસ્ટમ અરબી સમુદ્ર પર પ્રવેશીને હાલની સ્થિતિ મુજબ યમન અને ઓમાન તરફ જાય તેવી સંભાવના છે અને તેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદ પડે તેવી સંભાવના છે.
 
બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં 19 ઑક્ટોબર બાદ ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાત પર બે સિસ્ટમની અસર થશે, કેટલા દિવસ સુધી અને કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?
 
બંગાળની ખાડીમાં જે લૉ-પ્રેશર એરિયા બન્યો છે એ આગામી દિવસોમાં દક્ષિણ ભારત પર આવશે. જે બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ અરબી સમુદ્રમાં આવીને તે વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે ચોક્કસ આગાહી કરી શકવી મુશ્કેલ છે, જેથી હવામાન વિભાગ પણ આ મામલે કોઈ માહિતી આપતું નથી.
 
આ સિસ્ટમ અરબી સમુદ્ર પર પ્રવેશીને હાલની સ્થિતિ મુજબ યમન અને ઓમાન તરફ જાય તેવી સંભાવના છે અને તેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદ પડે તેવી સંભાવના છે.બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં 19 ઑક્ટોબર બાદ ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અબ્દુલ કલામ જન્મજયંતિ - અબ્દુલ કલામ છાપુ વેચવાથી લઈને દેશના રાષ્ટ્રપતિ સુધી