Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 વર્ષના બાળકના હાથમાં કારનું સ્ટીયરીંગ આપતા પતિએ પત્ની અને સાઢુ સામે ફરિયાદ નોધાવી

car in hand of 10 year old boy
, શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (09:42 IST)
car in hand of 10 year old boy
વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં એક પતિએ પોતાની જ પત્ની અને સાઢુ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વલસાડ જિલ્લાના રેટલાવ રોડ ઉપર યુવકે 10 વર્ષના બાળકને ખોળામાં બેસાડી કાર હંકારી સ્ટંટ કરતો વિડિયો સ્ટેટસ માં મુકતા પતિએ આ મામલે સાઢુભાઈ અને પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
 
સુરતના યુવકે પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યુ છે કે 2 ઓગસ્ટ 2023ના દિવસે મારી પત્ની અને આણંદમાં રહેતા મારા સાઢુભાઇ અને મારો 10 વર્ષનો પુત્ર કારમાં દમણ ફરવા માટે જઇ રહ્યા હતા. તે વખતે વલસાડ જિલ્લાના રેટલાવ રોડ પર સાઢુભાઇએ મારા પુત્રને ખોળામાં બેસાડીની સ્ટિયરીંગ સોંપી દીધું હતું અને મારી પત્નીએ વીડિયો ઉતારીને પોતાના સ્ટેટસમાં મુક્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.
 
મારા 10 વર્ષના પુત્ર પાસે સ્ટંટ કરાવાતો હોવાનો વીડિયો જોઇને તે વખતે જ મને સખત ગુસ્સો આવ્યો હતો, પરંતુ બદનામી થવાના ડરે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. પરંતુ એ પછી પરિવાર સાથે ચર્ચાના અંતે નક્કી કર્યું કે મારા પુત્રનો જીવ જોખમમાં મુકવા માટે અને લોકોનો પણ જીવ મુકાતે એવા સંજોગોમાં બીજી વખત આવી ભૂલ ન થાય તેના માટે પોલીસમાં મારી પત્ની અને સાઢુભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.
 
વીડિયોમાં શું છે?
આ સમગ્ર ઘટનાનો વીડિયો મારી પત્નીએ તેમના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. જે વીડિયો બીજા દિવસે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે વીડિયોમાં મારો 10 વર્ષીય પુત્ર કારની ડ્રાઇવિંગ સીટ ઉપર મારા સાઢુના ખોળામાં બેસી વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કારનું સંચાલન કરતો હોય એવું દેખાઇ રહ્યું હતું.
 
દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે'
ગુજરાત હાઇકોર્ટે આ મહત્વના ચુકાદામાં ખાસ અવલોકન કર્યું હતું.  હાઈકોર્ટે જણાવ્યું હતું કે, દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે તેમજ દીકરીના લગ્નને લઈને દીકરી પર દબાણ ન કરી શકાય. ભત્રીજીને ધમકાવતા બદલ ગુજરાત હાઇકોર્ટનો દંડનો ચુકાદો આપ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં બે સ્ટંટબાજોને પોલીસે પકડ્યા, સસલાનો માસ્ક પહેરીને રોડ પર નીકળ્યા હતાં