Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu For Kitchen - રસોડામાં આ વસ્તુઓ ખતમ થશે તો નહી આવે બરકત

Vastu For Kitchen - રસોડામાં આ વસ્તુઓ ખતમ થશે તો નહી આવે બરકત
, શુક્રવાર, 13 મે 2022 (00:46 IST)
રસોડામાં એવી અનેક વસ્તુઓ છે જેને વાસ્તુ મુજબ ઘરની બરકત એટલે કે સમૃદ્ધિ માટે ઓળખવામાં આવે છે. આ વસ્તુઓને અન્નપૂર્ણાનુ સ્વરૂપ માનવામાં આવે છે. આખા ઘરનો મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં પૈસા અને અનાજની કયારેય કમી ન રહે પણ રસોડામં રહેલી કેટલીક વસ્તુઓ સમાપ્તિ થતા માતા લક્ષ્મી રિસાય જાય છે. જેને કારણે વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ આવી કેટલીક વસ્તુઓ વિશે.. 
 
લોટ - ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા મહત્વપૂર્ણ અનાજમાં  લોટ પણ છે. વાસ્તુ મુજબ  જો રસોડામાં લોટ ખલાસ થઈ જાય તો તેનો પ્રભાવ વ્યક્તિના માન સન્માન પર પડે છે. ઘર-પરિવાર, સંબંધીઓ અને કામ કરવાના સ્થાન પર પણ વ્યક્તિના સન્માનમાં કમી આવે છે. માન્યતા મુજબ ક્યારેય પણ લોટના ડબ્બાને એકદમ ખાલી ન થવા દો. 
 
ચોખા - લોટની જેમ ચોખા પણ રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા અનાજમાંથી એક છે. એવુ માનવામાં આવે છે કે ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જો તમારા રસોડામાં ચોખા ખલાસ થઈ જાય તો શુક્રનો પ્રભાવ પણ ખતમ થઈ જાય છે. માન્યતા મુજબ તમારા ઘરના મંદિરમાં પણ ચોખા જરૂર મુકવા જોઈએ. જો રસોડામાં ચોખા ખલાસ થઈ જાય તો તમારા ઘરની સુખ-શાંતિમાં પ્રભાવ પડી શકે છે. 
 
હળદર - હળદરનુ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ બતાવ્યુ છે. રસોઈ બનાવવા ઉપરાંત પૂજા પાઠમાં પણ તેનો ઉપયોગ થાય છે. હળદરનો સંબંધ ગુરૂ સાથે માનવામાં આવે છે. હળદરને ક્યારેય પણ એકદમ ખલાસ ન થવા દેવી જોઈએ. તેનાથી તમને કોઈ અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે.  જો તમારા ઘરમાં હળદર ખલાસ થઈ ગઈ હોય તો કોઈની પાસેથી ઉધાર માંગીને પણ ન લાવશો. 
 
મીઠુ - મીઠુ તમારા કિચનનો સ્વાદ વધારવા ઉપરાંત પણ અનેક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મીઠાની કમીને કારણે તમારા રસોડામાં નકારાત્મકતાનો વાસ રહે છે. તેની કમીથી તમારા ઘરમાં વાસ્તુ દોષ લાગે છે અને તમને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે કોઈની પાસેથી મીઠુ લો છો તો તેને પૈસા જરૂર આપો. મીઠુ ક્યારેય પણ ઉધાર ન લેવુ. 
 
દૂધ - દૂધ પણ ઘરમાં ઉપયોગમાં લેવામાં આવનારી મહત્વપૂર્ણ વસ્તુ છે. જો તમારા ઘરમાં મહેમાનોના આવવા પર દૂધ ખલાસ થઈ જાય તો તેને મહેમાનોનો અનાદર સમજવામાં આવે છે. તેનાથી તમને વાસ્તુ દોષ લાગી શકે છે. તેથી ઘર પર ક્યારેય દૂધ ખલાસ ન થવા દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

13 મે નુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને પડોશીઓ સાથે મનદુખ થવાની શક્યતા