Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ICC T20 World Cup 2022: T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચોનું શેડ્યૂલ જાહેર, ભારત પ્રથમ મેચ પાકિસ્તાન સાથે રમશે, જાણો મેચ શેડ્યુલ

ICC T20 World Cup 2022: T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચોનું શેડ્યૂલ જાહેર, ભારત પ્રથમ મેચ પાકિસ્તાન સાથે રમશે, જાણો મેચ શેડ્યુલ
, શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (10:27 IST)
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટકે જે આઈસીસીએ  આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં 2015 વર્લ્ડ કપ દરમિયાન વર્લ્ડ કપ મેચ રમાઈ હતી. ટૂર્નામેન્ટના પ્રથમ 6 દિવસ એટલે કે 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ સામે રમાશે. ત્યાર બાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ની મેચો શરૂ થશે. 
 
 
T20 વર્લ્ડ કપની આઠમુ સંસ્કરણ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને તે સાત સ્થળોએ એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. 13 નવેમ્બરે એમસીજી ખાતે ફાઇનલ મેચ રમાશે. સુપર 12 માટેની ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં હાલમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે. બીજી તરફ ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ છે. આ 8 ટીમો સિવાય 4 વધુ ટીમો પહેલા રાઉન્ડના પરિણામ બાદ સુપર 12માં પહોંચશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા સુપર 12ની પ્રથમ મેચમાં 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 આંતરરાષ્ટ્રીય ટીમો 45 મેચ રમશે.
 
T20 વર્લ્ડ કપમાં ભારતની મેચો


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રી આજે સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે