Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ ટિપ્સ - ઘરમાં છિપાયેલા દોષને આ રીતે કરો દૂર

વાસ્તુ ટિપ્સ -  ઘરમાં છિપાયેલા દોષને આ રીતે કરો દૂર
, સોમવાર, 11 જૂન 2018 (10:53 IST)
ઘરમાં રહેલા દરેક વસ્તુમાં ઉર્જા હોય છે. આ ઉર્જા સકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે. તેની સીધી અસર આપણા પર પડે છે. કાર્યક્ષેત્રમાં નિષ્ફળતા, પરિવારમાં વિવાદ, સ્વાસ્થ્યમાં ઘટાડો વગેરેના રૂપમાં નકારાત્મક ઉર્જાની અસર જોવા મળે છે. નકારાત્મક ઉર્જા કે ઘરમાં છિપાયેલા દોષને દૂર કરવા માટે વાસ્તુમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાય અપનાવી શકો છો.
webdunia
શાસ્ત્રો મુજબ ભગવાન શ્રીગણેશને પરિવારના દેવતા માનવામાં આવ્યા છે. ભગવાન શ્રીગણેશની આરાધનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પરસ્પર પ્રેમ કાયમ રહે છે. 
- રોજ સવારે ઘરમાં ગાયના દૂધમાં ગંગાજળ મિક્સ કરીને છાંટવાથી ઘરની શુદ્ધિ થાય છે. 
- દરેક ગુરૂવારે પાણીમાં હળદર નાખીને આખા ઘરમાં છાંટતા રહો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરના પૂજા ઘરમાં નિયમિત પૂજા કરવી જોઈએ.  
- પરિવારના દરેક સભ્યએ સૂર્યોદય પહેલા ઉઠીને ઉગતા સૂરજના દર્શન કરવા જોઈએ.  ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી ઘરમાં રહેલ વાસ્તુ દોષ નષ્ટ થઈ જાય છે. 
webdunia
- પથારીમાંથી ઉઠતા સમયે બંને પગ જમીન પર એક સાથે મુકો અને ઈશ્વરનું સ્મરણ કરો. ઘરમાં તુલસીનો છોડ લગાવો. પક્ષીયોને દાણા-પાણી આપો. 
- ઘરમાં ભોજન બનાવતી વખતે ગાયનો ભાગ જરૂર કાઢો.  સ્નાન પછી સ્નાનઘરને ક્યારેય ગંદુ ન છોડશો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (11.06.2018)