Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપી બાથરૂમની બારી તોડીને ભાગી ગયો

police custody escaped
police custody escaped
 શહેરમાં પોક્સોની કલમ હેઠળ અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પકડાયેલો આરોપી બાથરૂમની બારી તોડીને ભાગી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આજે સવારે 8થી 8:30 વાગ્યાના સમય દરમિયાન આરોપી મેહુલ નટવર પરમાર લોકઅપમાં બંધ હતો ત્યારે ટોયલેટ જવાના બહાને ભાગી ગયો હતો. ત્રણ દિવસ પહેલાં જ સગીર યુવતીના અપરણ અને દુષ્કર્મના કેસમાં 21 વર્ષીય મેહુલ નટવર પરમાર નામના આરોપીની ધરપકડ થઈ હતી.
 
આરોપી જોવા ન મળ્યો અને બારી તૂટેલી જોવા મળી
લોકઅપના ટોયલેટમાં પાણી ઓવરફ્લો થવાથી આરોપીએ બીજી જગ્યાએ બાથરૂમ જવા પોલીસને વિનંતી કરી હતી. જેથી કોમન ટોયલેટમાં તેને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ સાથે વિશ્વાસઘાત કરી ટોયલેટની બારી તોડી ભાગી ગયો હતો. આરોપીને ટોયલેટમાં લઈ ગયા બાદ દસ મિનિટ જેટલો સમય થયો. આરોપી બહાર ન નીકળ્યો જેથી શંકા જતા પોલીસે તપાસ કરી હતી. આરોપી જોવા ન મળ્યો અને બારી તૂટેલી જોવા મળી હતી. 
 
7 જુલાઈએ અપહરણનો ગુનો દાખલ થયો હતો
સોલા પોલીસ સ્ટેશનમાં 7 જુલાઈએ અપહરણનો ગુનો દાખલ થયો હતો અને 10 જુલાઈએ વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શનની સાઈટ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપી રિમાન્ડ પર હોવાથી પોલીસ કસ્ટડીમાં હતો. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા આરોપી સામે ફરિયાદ નોંધી સ્થાનિક પોલીસ ઉપરાંત ઝોન પોલીસની ટીમ ફરાર આરોપીને શોધવા માટે કામે લાગી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેડીકલ કોલેજમાં ફી વધારાનો મામલો, ગુજરાત સરકાર હવે નવો પરિપત્ર જાહેર કરશે