Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી ઓનલાઇન ક્લાસ પણ બંધ, ટ્યૂશન ફી પર પણ મનાઇ

આજથી ઓનલાઇન ક્લાસ પણ બંધ, ટ્યૂશન ફી પર પણ મનાઇ
, ગુરુવાર, 23 જુલાઈ 2020 (10:30 IST)
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન પડે તે માટે શાળાઓ દ્વારા ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને રાજ્ય સરકારે શાળા ન ખુલે ત્યાં સુધી ફી ના વસુલવાનો ઠરાવ પસાર કર્યો હતો, આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આજે નિર્દેશ કર્યો છે કે જ્યાં સુધી સ્કુલ નહીં ખુલે ત્યાં સુધી ફી વસુલવામાં ના આવે. હવે તેના વિરોધમાં રાજ્યની ખાનગી સ્કૂલના સંચાલકોનો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
 
સુરત સહિત પ્રદેશભરના તમામ ખાનગી સ્કૂલ ગુરૂવારથી અનિશ્વિતકાળ માટે સંપૂર્ણપણે બંધ થઇ જશે. સ્કૂલોમાં ચાલી રહેલા ઓનલાઇન ક્લાસિસ બંધ થઇ જશે. સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે બુધવારે જાહેરાત કરી હતી. તેમાં તમામ માધ્યામના ગુજરાત બોર્ડ અને સીબીએસઇ સાથે જોડાયેલા સ્કૂલ પણ સામેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા 16 જુલાઇના રોજ પરિપત્ર બુધવારે સાર્વજનિક થયા બાદ ખાનગી સ્કૂલોએ આ નિર્ણય કર્યો છે. 
 
રાજ્ય સરકારે હાઇકોર્ટે પણ માહિતગાર કરી દીધા છે કોરોનાના લીધે બંધ સ્કૂલોને ટ્યૂશન ફી અથવા કોઇપણ નામે એકપણ રૂપિયા ફી વસૂલી શકશે નહી જ્યાં સુધી સ્કૂલ પુરી ખુલી જતી નથી. સરકારે સ્કૂલોને 2020-21 શૈક્ષણિક સત્ર માટે ફી ન વધારવાનો પણ નિર્દેશ આપ્યો છે. 
 
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ સ્કૂલ ફી જમા ન હતાં તે ગાળામાં પહેલા ધોરણથી માંડીને આઠમા ધોરણ સુધી કોઇપણ વિદ્યાર્થી કાઢી મુકવામાં નહી આવે. આમ કરનારને શિક્ષણના અધિકાર અધિનિયમની કલમ 16નું ઉલ્લંઘન ગણવામાં આવશે. વાલીઓ દ્વારા કરવામાં આવેલા ફીની એડવાન્સ ચૂકવણીને સ્કૂલોને ભવિષ્યમાં ફીમાં સમાયોજિત કરવી પડશે. 
 
સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને લઇ વાલીઓ દ્વારા આનલાઇન શિક્ષણ બંધ કરનાર શાળા સામે કડક હાથે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મનમાની કરતી શાળાને સરકાર હસ્તક લેવાની પણ માંગ કરી હતી. ઓનલાઇન શિક્ષણ બંધ થશે તો વિદ્યાર્થીના માનસિકતા પર અસર પડશે. મોબાઇલ, લેપટોપ અને ઇન્ટરનેટનો ખર્ચ પણ માથે પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓમાનની કંસ્ટ્રક્શન કંપની 17 દિવસથી બંધ, દક્ષિણ ગુજરાતના 150 મંજૂરો ફસાયા