Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સ્વદેશી ટેકનોલોજી વડે 700 મેગા વોલ્ટ વીજળી ઉત્પન્ન કરવાની શરૂઆત, મોદીએ પાઠવી શુભેચ્છા

ગુજરાતમાં સ્વદેશી ટેકનોલોજી વડે 700 મેગા વોલ્ટ વીજળી ઉત્પન્ન કરવાની શરૂઆત, મોદીએ પાઠવી શુભેચ્છા
, બુધવાર, 22 જુલાઈ 2020 (17:19 IST)
પીએમ નરેન્દ્ર મોદીએ કાકરાપાર પરમાણું ઉર્જા પ્લાન (KAPP) વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે ઉર્જા પ્લાન-3માં મહત્વપૂર્ણ મુકામ પ્રાપ્ત કર્યું છે. તેમણે પ્લાન્ટના સામાન્ય સંચાલનની સ્થિતિમાં આવતાં ખુશી વ્યક્ત કરી છે. ઘરેલૂ ડિઝાઇન આધારિત 700 મેગાવોટનો આ રિએક્ટ મેક ઇન્ડીયનું ચમકતું ઉદાહરણ છે. આ ભવિષ્યમાં આ પ્રકારની ઉપલબ્ધિઓની શરૂઆત છે. 
 
ગુજરત સ્થિત 700 મેગાવોટની ક્ષમતાવાળા આ ઉર્જા પ્લાન્ટના સામાન્ય સંચાલનની સ્થિતિમાં આવવાના સંકેત છે કે આ પ્લાન્ટ ઉર્જા ઉત્પાદન માટે હવે તૈયાર છે. આ દેશનો એકમાત્ર સૌથી મોટો રિએક્ટર છે. 
 
KAPP-3 ની આ ઉપલબ્ધિ ખૂબ મોટી ગણવામાં આવી રહી છે. પ્લાન્ટનું સંચાલન યોગ્ય સ્થિતિમાં આવ્યા બાદ ભારત તે દેશોની લાઇનમાં ઉભો થયો છે જેની પાસે ન્યૂક્લિયર પાવર તબક્કામાં છે. ભારતે ત્રિસ્તરીય ન્યૂક્લિયર પ્રોગ્રામ વિકસિત કર્યો છે. તેને ક્લોઝ્ડ ફ્યૂલ સાઇકલ પર આધારિત એક ત્રણ તબક્કાવાળા પરમાણું કાર્યક્રમ વિકસિત કર્યો છે જ્યાં એક તબક્કામાં ઉપયોગ થયેલા ઇંધનને ફરીથી પ્રોસેસ કરીને આગામી તબક્કા માટે ઇંધણ બનાવવામાં આવે છે. 
 
કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (KAPS) ગુજરાતના સુરતથી 80 કિલોમીટર દૂઓર તાપી નદીના કિનારે સ્થિત છે. આ પ્લાન્ટમાં આજે KAPP-3 પ્લાન્ટને સામેલ કરવામાં આવ્યો છે. પૂર્ણત: ભારતમાં નિર્મિત 700 મેગાવોટવાળા આ પ્લાન્ટના વિકાસ ને ઓપરેશન ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડીયાએ કર્યું છે. આ પ્લાન્ટમાં 220 મેગાવોલ્ટના બે સ્ટેશન KAPS-1 અને KAPS-2 છે. પહેલાં પ્લાન્ટની શરૂઆત 1993 અને બીજા પ્લાન્ટની શરૂઆત 1995માં થઇ હતી. 
 
KAPP-3 ની શરૂઆત બાદ હવે KAPP-4 જલદી જ શરૂ થવાની આશા છે. KAPP-3 માર્ક- 4 ટાઇપ કેટેગરીનું ઉપકરણ છે. જે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWR) ડિઝાઇનનો સારો નમૂનો છે. આ રિએક્ટર સારા સેફ્ટી ફિચર્સથી સજ્જ છ્હે. આ રિએક્ટર સ્ટીમ જનેરેટથી સજ્જ છે, જેની વજન લગભગ 215 ટન છે. એપ્રિલ 2019માં વર્લ્ડ એસોસિએશન ઓફ ન્યૂક્લિયર ઓપરેશન્સએ KAPP-3નો પ્રી સ્ટાર્ટઅપ રિવ્યૂ શરૂ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે પણ જીવંત છે 72 કલાકમાં 300 ચાઇનીઝને મારનાર આ ભારતીય 'રાઇફલ મેન'