Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતાનુ ત્રીજુ સ્વરૂપ માં ચંદ્રઘટા - માતાનુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી

માતાનુ ત્રીજુ સ્વરૂપ માં ચંદ્રઘટા - માતાનુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી
, સોમવાર, 4 એપ્રિલ 2022 (08:04 IST)
માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.
 
માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.
 
માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.
 
માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને નિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.
 
આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી અમે સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.
 
આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આમારા આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

21 ચોખાના દાણા પર્સમાં આ વિધિથી રાખવું, પૈસાની પરેશાની દૂર થશે