Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાંસોટમાં 5મા ધોરણની વિદ્યાર્થિનીને માપ લેવાને બહાને બોલાવી અડપલાં કર્યાં

હાંસોટમાં 5મા ધોરણની વિદ્યાર્થિનીને માપ લેવાને બહાને બોલાવી અડપલાં કર્યાં
, બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (09:54 IST)
હાંસોટ ગ્રામ્ય 5 માં ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે માપ લેવાના બહાને અડપલાં કર્યા હતા. વિદ્યાર્થીની ભાગીને ઘરે પહોંચી માતા-પિતા આપવીતી કહી હતી. પિતા શિક્ષક ને કહેવા જતા પિતા જોડે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો હતો. અન્ય વિદ્યાર્થીની કુદરતી હાજતે જતા ધાબા પર જઈ તેમને જોતા હોવાની પણ ફરિયાદ કરી હતી. હવસખોર શિક્ષક કોમ્પ્યુટર ક્લાસમાં વિદ્યાર્થીની ઓ બોલાવી અશ્લીલ કલીપ પણ બતાવતો હોવાની વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યાં છે.અંકલેશ્વર દીવા રોડ પર આવેલ સોસાયટી માં રહેતા અને અને માનસિક રીતે વિકૃત શિક્ષક ની હવસખોરી ની ઘટના સામે આવી છે. હાંસોટ ખાતે ગ્રામ્ય વિસ્તાર ફરજ બજાવતા ઈશ્વર ગુમાન પટેલ એ પોતાની શાળા માં ધોરણ 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માપ લેવાના બહાને વર્ગખંડમાં બારી પાસે બોલાવી હતી અને બારી પાસે ઉભી રાખી માપ લીધા બાદ તેની જોડે શારીરિક અડપલાં કર્યા હતા. જે બાદ વિદ્યાર્થીની ત્યાંથી ભાગવા જતા તેને પકડી રાખી શારીરિક અડપલાં કરતા તેને પહેરેલ ફ્રોક પણ ફાડી નાખ્યું હતું. યેનકેન પ્રકારે શિક્ષકથી બચી બાળકી ઘરે પહોંચી હતી.ગભરાયેલી બાળકીએ માતા-પિતાને પોતાની આપવિતી કહેતા તેવો પણ ડઘાઈ ગયા હતા. અને તેઓ શાળાએ પહોંચી ઈશ્વર પટેલને પુછાતા તે એકદમ ગુસ્સે થઇ બાળકીના પિતા સાથે ઝપાઝપી પર ઉતારી આવ્યો હતો અને મારઝૂડ કરવાની શરૂઆત કરી હતી. તેમજ બાળકીના પિતાનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. પોલીસ દ્વારા બાબતને ગંભીરતા લઇ તપાસમાં ઉતરતા શિક્ષક સામે વધુ ફરિયાદો સામે આવી હતી જેમાં ઈશ્વર પટેલ બાળકીઓ કુદરતી હાજતે જાય ત્યારે તેમની પાછળ પાછળ આવી ધાબા પર ચઢી તેમને નિહાળતો હતો. કોમ્પ્યુટર રૂમમાં વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવતો હોવાના પણ આક્ષેપ કરાયાં હતાં. પોલીસે ઈશ્વર ગુમાન પટેલ વિરુદ્ધ પોકસો એક્ટ, છેડતી અને આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.અંકલેશ્વર ખાતે રહેતા લંપટ શિક્ષક પોતાની પત્ની સાથે જ શાળા નોકરી કરી રહ્યો છે. પત્ની સહકર્મચારી હોવા છતાં પણ વિદ્યાર્થીની સાથે બદકામ કરવાની હિંમત રાખતા લંપટ શિક્ષક ઈશ્વર ગુમાન પટેલ સામે અગાઉ પણ 3 થી 4 વાર આવી ફરિયાદ થઇ હતી. જેને યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવી હતી. જેમાં સમાજ ના આગેવાનો કેટલાક શિક્ષકો અને રાજકીય આગેવાનો ભૂંડી ભૂમિકાને લઇ બચી જતા પુનઃ આ કારસ્તાન કર્યું છે.સરકારી શાળામાં ફરજ બજાવતા કામાંધ શિક્ષક ઈશ્વર ગુમાન પટેલને લઇ શિક્ષક જગત પુનઃ કલંકિત થયું છે. જેને લઇ હાંસોટ આખો મુદ્દો ટોક ટૉફ ઘી ટાઉન બન્યો છે. પોલીસ તેમજ શિક્ષણ અધિકારીઓ દોડતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ 3 થી 4 વાર આવી ફરિયાદ થઇ હતી. તો જે ગામ માં ફરજ બજાવતા હતા તે ગામ ના લોકો માં ભારે રોષ ફેલાયો છે.અંકલેશ્વરના dysp ચિરાગ દેસાઈએ કહ્યું હતું કે,પુત્રી સાથે બનેલી ઘટના અંગે પિતા દ્વારા આ અંગે ફરિયાદ કરતા પ્રાથમિક તપાસ કરી હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. તેમજ શાળા અન્ય શિક્ષકો અને ગ્રામજનો અને વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના કામરેજની મહિલાને ગ્રીનકાર્ડ અપાવવાના બહાને અમદાવાદી દંપતીએ 20 લાખ પડાવ્યા