Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shiv Puja- શિવનું અર્ચન-પૂજન કેવી રીતે કરીએ, શિવજી પ્રસન્ન થાય છે.

Shiv Puja- શિવનું અર્ચન-પૂજન કેવી રીતે કરીએ,  શિવજી પ્રસન્ન થાય છે.
, રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (08:29 IST)
શિવનું અર્ચન-પૂજન ત્રણ પાનવાળા બિલીપત્રો ચઢાવી કરવામાં આવે છે. આ પણ પ્રતિકાત્મક તેમજ સાંકેતિક છે. વાસ્તવમાં જે વ્યક્તિ તન–મન–ધનથી શિવ પરમાત્માને સમર્પિત થાય છે તેના પર શિવજી પ્રસન્ન થાય છે. જો આ ભાવનાથી બિલીપત્ર ચઢાવમાં આવે તો શિવ પરમાત્માના વધુ કૃપાપાત્ર બનીશું.
 
શિવલિંગ ઉપર જળાધારીમાંથી વહેતી
જળધારા એ બ્રહ્મા મુખ દ્વારા પરમાત્મા શિવે વહાવેલી જ્ઞાનધારાનું પ્રતિક છે. આ જ્ઞાનબિંદુઓનાં સ્મરણ દ્વારા શિવ પરમાત્માનું મહિમાગાન કરવાનું રહસ્ય છુપાએલું છે. દૂધ દ્વારા સ્નાન કરાવવાનો અર્થ સ્વચ્છ તેમજ પવિત્ર મન દ્વારા શિવને સમર્પિત થવાનો સંકેત છે.
 
શિવ મંદીરમાં પ્રવેશતા જ પોઠીયાની પ્રતિમા મુકવામાં આવે છે. પોઠીયાને શિવ પરમાત્માનું વાહન માનવામાં આવે છે. વાસ્તવમાં કળયુગના અંતે શિવ પરમાત્માનું અવતરણ બ્રહ્માના તનમાં થાય છે.
એટલે પોઠીયો એ બ્રહ્માની યાદગાર છે.
 
 શિવલિંગના ગર્ભ દ્વાર પાસે કાચબાનું પ્રતિક પણ મુકવામાં આવે છે. કાચબાની વિશેષતા છે કે તે પોતાનું કામ પૂર્ણ થયે પોતાની કર્મેન્દ્રિઓને સંકેલી લે છે.
તેજ રીતે સદાશિવની આરાધના માટે આપણે પણ કાચબાની જેમ મનને બધી બાબતોથી સંકેલી લઈ મનને એકાગ્ર કરવું જરૂરી છે.
 
 દેવી દેવતાઓના મંદિરમાં જવા પગથિયાં ઉપર ચઢવા પડે છે,
જ્યારે શિવલિંગ સમીપે જવા માટે પગથિયાં ઉતરવા પડે છે. આમાં અંતરમુખી બની અંતરદર્શન દ્વારા શિવને પામવાનો સંકેત સમાયેલો
છે.
 
દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના મંદિરના મુખ્યદ્વારથી પ્રવેશ કરાવીને થાય છે, જ્યારે શિવલિંગની સ્થાપના મંદિરના શિખર ઉપરથી નીચે ઉતારીને કરવામાં આવે છે. આની પાછળનું રહસ્ય એ છે કે જ્યોતિબિંદુ પરમાત્મા પરમધામથી અવતરણ કરે છે, જ્યારે સતયુગમાં દેવી-દેવતાઓનો જન્મ ધરતી પર થાય છે.
 
મહાશિવરાત્રિના ઉપરોક્ત રહસ્યોને સમજીને પર્વની ઉજવણી કરીશું તો વધુ સાર્થક તેમજ લાભદાયક રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shivratri 2022- મહાશિવરાત્રિ એટલે શિવોદય તેમજ આત્મોન્નતિનું પર્વ