Cold wave in gujarat- ગુજરાતમાં હવે ઠંડી દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે
આ સાથે હવામાન વિભાગે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનની માહિતી પણ આપી છે. વિભાગે જણાવ્યું કે અમદાવાદમાં રાત્રિનું તાપમાન 19 ડિગ્રીની આસપાસ છે. નલિયામાં તાપમાન 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રીની આસપાસ છે.
રાજ્યમાં હજુ પણ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી વધુ છે. બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને 4 દિવસ બાદ ફરીથી તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીસામાં 16.4, કેશોદમાં 16.8, વડોદરામાં 17, અમરેલીમાં 17, રાજકોટમાં 17.2, મહુવામાં 17.5, ભુજમાં 18.6, પોરબંદરમાં 19, સુરેન્દ્રનગરમાં 19, વલ્લભનગરમાં 19.2, વલ્લભનગરમાં 19.19 વરસાદ નોંધાયો છે. , અમદાવાદમાં 19.7, સુરતમાં 20.1, કંડલા પોર્ટમાં 20.5, દ્વારકામાં 22 અને ઓખામાં 25 તાપમાન નોંધાયું છે.