Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવાઝોડા 'દાના' તબાહી મચાવશે! તેજ ઝડપે પવન ફૂંકાશે, પ્રવાસીઓને પુરી છોડવાની અપીલ, NDRF ટીમ એલર્ટ

Cyclone dana in odisha
, મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (08:35 IST)
Cyclone dana- વાવાઝોડા 'દાના' જેના કારણે ફરી એક વખત હવામાન બગડવાનું છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડશે. આ સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
 
ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક આગાહી જારી કરીને કહ્યું કે વાવાઝોડા, જેને દાના નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડુ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. 24 ઓક્ટોબર સુધીમાં તે દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે. પુરી, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર અને કટકમાં 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 
 
હવામાન વિભાગની ચેતવણી બાદ તરત જ ઓડિશા સરકારે પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે અપીલ કરી છે કે પર્યટકો વહેલી તકે પુરી છોડી દે. ચક્રવાતી વાવાઝોડાના આગમન સુધી યાત્રાધામની મુલાકાત ન લેવી.
 
ગુરુવારે લેન્ડફોલ કરશે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન દાના 24 ઓક્ટોબર (ગુરુવારે) લેન્ડફોલ કરશે. તોફાનની અસર ઓડિશાની સાથે સાથે પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળશે. વાવાઝોડાને કારણે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ પશ્ચિમ બંગાળમાં 14 ટીમો અને ઓડિશામાં 11 ટીમોને એલર્ટ મોડ પર મૂકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amit Shah Birthday: આજે અમિત શાહનો જન્મદિવસ, જાણો શેર બ્રોકરથી રાજકારણના બાદશાહ બનવા સુધીની સફર