Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

Ravan 7 wishes- આ હતી રાવણની 7 અંતિમ ઈચ્છા... જે પૂરી ન થઈ શકી...

ravan 7 wishes in gujarati
, સોમવાર, 23 ઑક્ટોબર 2023 (15:05 IST)
આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. 
 
આ તહેવારને અધર્મ પર ધર્મની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ આ તિથિ પર ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ વખતે આ તહેવાર 8 ઓક્ટોબર મંગળવારે છે.
 
આજે અમે તમને બતાવી રહ્યા છે જે રાવણ ભગવાનની સત્તાને મટાડવા માટે કરવા માંગતો હતો. પણ સફળ ન થઈ શક્યો. કારણ કે એ વાતો પ્રકૃતિની વિરુદ્ધની હતી. તેનાથી અધર્મ વધતો અને રાક્ષસ પ્રવૃત્તિયો અનિયંત્રિત થઈ જતી.. જાણો એ 7 કાર્યો વિશે જે રાવણ કરવા માંગતો હતો પણ કરી ન શક્યો...
 
1. સ્વર્ગ સુધી સીઢીઓ બનાવડાવવી - ભગવાનની સત્તાને પડકાર આપવા માટે રાવણ સ્વર્ગ સુધી સીઢીયો બનાવવા માંગતો હતો જેથી જે લોકો મોક્ષ કે સ્વર્ગ મેળવવા માટે ઈશ્વરને પૂજે છે જે તે પૂજા બંધ કરી રાવણને જ ભગવાન માને.
 
2. સોનામાં સુગંધ નાખવી - રાવણ ઈચ્છતો હતો કે સોનુ (સ્વર્ણ)માં સુગંધ હોવી જોઈએ. રાવણ દુનિયાભરના સોના પર પોતે કબજો કરવા માંગતો હતો. સોનુ શોધવામાં કોઈ તકલીફ ન પડે એ માટે તે સોનામાં સુગંધ નાખવા માંગતો હતો.
 
3. કાળા રંગને ગોરો કરવો - રાવણ પોતે કાળો હતો તેથી તે ઈચ્છતો હતો કે માનવ પ્રજાતિમાં જેટલા પણ લોકોનો રંગ કાળો છે તે ગોરો થઈ જાય. જેનાથી કોઈપણ મહિલા તેનુ અપમાન ન કરી શકે.
 
4. દારૂમાંથી વાસ દૂર કરવી - રાવણ દારૂમાંથી દુર્ગંધ હટાવવા માંગતો હતો. જેથી સંસારમાં દારૂનુ સેવન કરીને લોકો અધર્મ વધારી શકે.
 
5. સમુદ્રના પાણીને ગળ્યુ બનાવવુ - રાવણ સાતેય સમુદ્રોના પાણીને ગળ્યુ બનાવવા માંગતો હતો.
 
6. સંસારમાંથી ભગવાનની પૂજા સમાપ્ત કરવી - રાવણનો ઈરાદો હતો કે તે સંસારમાંથી ભગવાનની પૂજાની પરંપરાને જ સમાપ્ત કરી દે જેથી ફરી દુનિયામાં ફક્ત તેની જ પૂજા થાય.
 
7. લોહીનું રંગ સફેદ કરવો - રાવણ ઈચ્છતો હતો કે માનવના રક્તનો રંગ લાલમાંથી સફેદ થઈ જાય. જ્યારે રાવણ વિશ્વવિજયી યાત્રા પર નીકળતો હતો ત્યારે તેને સેકડો યુદ્ધ કર્યા. કરોડો લોકોનુ લોહી વહેવડાવ્યુ. નદીઓ અને સરોવર લોહીથી લાલ થઈ ગયા. પ્રકૃતિનુ સંતુલન બગડવા લાગ્યુ હતુ અને દેવતા આ માટે રાવણને દોષી માનતા હતા. તો તેને વિચાર કર્યો કે રક્તનો રંગ સફેદ થઈ જાય તો ખબર જ નહી પડે કે તેણે કેટલુ લોહી વહાવ્યુ છે ને તે પાણીમાં મિક્સ થઈને પાણી જેવુ થઈ જશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PAK vs AFG: પાકિસ્તાનની ટીમ પર ડબલ મુસીબત, આ સ્ટાર ખેલાડીની તબિયત બગડી