Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 19 February 2025
webdunia

Viral Story - મહેંદીથી લઈને હળદર સુધી, અમિત-આદિત્યને કર્યા લગ્ન, સમલૈગિક લગ્નની આવી તસ્વીરો તમે પહેલા ક્યારેય નહી જોઈ હોય

Viral Story - મહેંદીથી લઈને હળદર સુધી, અમિત-આદિત્યને કર્યા લગ્ન, સમલૈગિક લગ્નની આવી તસ્વીરો તમે પહેલા ક્યારેય નહી જોઈ હોય
, મંગળવાર, 23 જુલાઈ 2019 (15:43 IST)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર હાલ હાલ અમિત શાહ અને આદિત્ય મદિરાજના લગ્નની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. અમિત શાહ અને આદિત્ય મદિરાજૂએ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના શ્રી સ્વામીનારાય્ણ મંદિઅમાં લગ્ન કર્યા. લગ્નમાં તેમણે ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરાના સ્ટાઈલ કરેલા વેડિંગ આઉટફિટ પહેર્યા છે.  અનીતા ડોંગરાએ પોતાના ઈસ્ટાગ્રામ પર તેમની તસ્વીરો શેયર કરી છે. 
webdunia
અમિત શાહ અને આદિત્ય મદિરાજીએ હિન્દુ રિતી-રિવાજો મુજબ લગ્ન કર્યા છે. તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર ચારે બાજુ છવાઈ છે. તે પણ એ માટે કારણ કે સમલૈગિક વિવાહની આટલી સુંદર તસ્વીર કદાચ જ પહેલા આવી હોય. સોશિયલ મીડિયા પર આ સુંદર જોડીને લોકો શુભેચ્છા આપી રહ્યા છે. 
webdunia
કેવી રીતે શરૂ થઈ આદિત્ય અને અમિતની લવ સ્ટોરી 
 
અમિત શાહે જણાવ્યુ કે 2016માં તેઓ બંને પોતાના એક મિત્ર દ્વારા એક વાર મળ્યા હતા. એ દિવસથી જ અમે બંને એકબીજાની સાથે છીએ.  બારમા જ નંબર બદલ્યા પછી મળવાનુ શરૂ કર્યુ. એક જેવા હોવા છતા એક જેવા નથી.. કારણ કે તેમના વિચાર મળતા નથી. 
webdunia
તેમણે કહ્યુ કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા તો અમને બિલકુલ નહોતુ લાગ્યુ કે અમે લગ્ન કરીશુ પણ જેમ જેમ સમય વીતતો ગયો અમને લાગ્યુ કે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ. ત્યારબાદ અમે અમારા માતા-પિતાને લગ્ન માટે પુછ્યુ. 
webdunia
આ બંનેયે લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યુ. મહેંદી અને હળદરની પાર્ટી પણ કરી. અમિતે જણાવ્યુ છે કે આદિત્ય ખૂબ ક્રિએટિવ છે. તેને પેટિંગ અને આર્ટ્સમાં ખૂબ રસ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે ઉબર ટૅક્સીની એક રાઇડ 68 હજારમાં રૂપિયામાં પડી