Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૃહ પ્રધાન બન્યા પછી અમિત શાહ પ્રથમ વખત ગૃહરાજ્યની મુલાકાતે

ગૃહ પ્રધાન બન્યા પછી અમિત શાહ પ્રથમ વખત ગૃહરાજ્યની મુલાકાતે
, બુધવાર, 3 જુલાઈ 2019 (12:59 IST)
લોકસભા ચૂંટણીમાં વિજય પછી નવી સરકારમાં અમિત શાહને ગૃહપ્રધાન તરીકેની જવાબદારી મળી હતી, તેઓ બે દિવસના રાજ્યના પ્રવાસે તા. ૩જી જુલાઈ અને તા.૪થી જુલાઈના રોજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા આવશે અને ૪ જુલાઈના રોજ બપોર પછી દિલ્હી જવા રવાના થશે. અમિત શાહના ભવ્ય સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારને બપોરે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યારે પાર્ટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમિત શાહની હાજરીમાં રાજ્યની ૨૬માંથી ૨૬ બેઠક જીતવાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. એરપોર્ટ પર સ્વાગત કાર્યક્રમ પછી અમિત શાહ શહેર મનપાએ નિર્મિત ડી. કે. કોમ્યુનિટી હોલ અને ઇન્કમટૅક્સ ચાર રસ્તા પર બનેલા નવા ફ્લાયઓવરનું સાંજે લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ દિનેશ હોલ ખાતે મનપાના અધિકારીઓ અને લોકોને સંબોધન કરશે. અમિત શાહનો મુખ્ય કાર્યક્રમ તેમના મતવિસ્તારના કાર્યકરોને મળવાનો છે, પરંતુ તેઓ ગૃહપ્રધાન તરીકે આવી રહ્યા હોવાથી કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત જીએમડીસી ખાતે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ દ્વારા એક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે. અમિત શાહ ગાંધીનગરની પાંચ તલાટી ઓફિસનું પણ લોકાર્પણ કરવાના છે. સાથે સાથે તા.૪થી જુલાઈ ભગવાન જગન્નાથજીના જમાલપુર મંદિર ખાતે મંગળા આરતીમાં પણ ભાગ લેશે. આમ ગુજરાતની બે દિવસની મલાકાતમાં ભરચક કાર્યક્રમોમાં ભાગ લેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત દેવાના બોઝ નીચે દટાઈ રહ્યું છે,રૂપાણી રાજમાં જાહેર દેવાંમાં 90 હજાર કરોડનો વધારો