Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગરમાં પોલીસ-ક્ષત્રિયાણીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ, રૂપાલા હાય હાય'નાં સૂત્રો શરૂ થતાં અટકાયત

જામનગરમાં પોલીસ-ક્ષત્રિયાણીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ, રૂપાલા હાય હાય'નાં સૂત્રો શરૂ થતાં અટકાયત
, ગુરુવાર, 11 એપ્રિલ 2024 (18:07 IST)
jamnagar રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે 'રૂપાલા હાય હાય'ના નારા લગાવતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો.
 
પોલીસે ક્ષત્રિય મહિલાઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો
જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં બે દિવસ પહેલા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં સ્થાનિક ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા લગાવી કાર્યક્રમમાં વિક્ષેપ ઉભો કર્યો હતો. જ્યાં ભાજપ આયોજિત મોદી પરિવાર સભામાં કાર્યક્રમનો પ્રારંભ થતાંની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી.આ વેળાએ મહિલા પોલીસે ક્ષત્રિય મહિલાઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ક્ષત્રિય મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. જે બાદ આ ઘર્ષણ ઉગ્ર બન્યું હતું. કેટલીક ખેંચતાણ પણ જોવા મળી હતી. આખરે અમુક મહિલાઓની અટકાયત કરી લઈ પોલીસ જીપમાં બેસાડીને લઈ જવાયા હતા.
 
ભાજપના હોદેદારો કાર્યકરો ભારે અસમંજસમાં મુકાયા
આ સમયે પણ સ્થાનિક ભાજપના હોદેદારો કાર્યકરો ભારે અસમંજસમાં મુકાયા હતા. ભાજપને સભા યોજવામાં રીતસરનો વિક્ષેપ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં ક્ષત્રીયાણીઓના દેખાવને લઈને ખાસ કરીને મહિલા પોલીસને ભારે કવાયત કરવી પડી રહી છે.જામનગરના વોર્ડ નંબર 5માં બે દિવસ પહેલા યોજાયેલા ભાજપના એક કાર્યક્રમાં ક્ષત્રિય મહિલાઓ પહોંચી રૂપાલા હાય હાયના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ઉપસ્થિત પોલીસ જવાનોએ સૂત્રોચ્ચાર કરી રહેલી મહિલાઓને કાર્યક્રમ સ્થળ પરથી દૂર કરી હતી. ક્ષત્રિયાણીઓએ હોબાળો મચાવતાં ભારે હલચલ થઈ ગઈ હતી. સ્ટેજ પર બેઠેલાં ભાજપના પૂર્વ મંત્રી, પૂર્વ મેયર સહિતના હોદ્દેદારો અસમંજસમાં મુકાયા હતા.સ્ટેજ પર પાછળના ભાગમાં ખાલી રહેલી બે- ત્રણ ખુરશીઓ પણ ઉચકીને ફેંકી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 મેથી દેશમાં આ સ્થળોએ વનપ્લસ ફોન, ટેબલેટ નહીં વેચાય! છૂટક વેપારીઓને ચેતવણી આપી હતી