Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
, સોમવાર, 20 મે 2024 (14:32 IST)
ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાયત છે. જેમાં હવે થોડા દિવસ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે નહીં. તેમાં આજે અમદાવાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. તથા જૂનાગઢ 42.5 ડિગ્રી તથા કચ્છ 44.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આજે બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ પોરબંદર અને આણંદ, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ રહેશે. સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, બનાસકાંઠામાં 45 ડિગ્રી તથા ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 44.5 ડિગ્રી સાથે આણંદમાં 43.5, વડોદરા 43.2, જામનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. આજે અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર તથા કચ્છમાં ગરમી વધુ પડશે.

સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમીનું એલર્ટ છે. તેમજ રાજસ્થાન અને પંજાબમાં પણ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ સરબત, ઠંડાપીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે.બીજી તરફ બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી 4 દિવસ રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળશે. તારીખ 20 થી 23 મે સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Alert: ગરમીના વચ્ચે અહીં વાવાઝોડાની આગાહી, અહીં થશે વરસાદ