વડોદરામાં રોડ પર જ મોડેલ યુવતીનો મૃતદેહ મળ્યો
, ગુરુવાર, 25 એપ્રિલ 2019 (13:25 IST)
વડોદરા શહેરના આટલાદરામાં રોડ પર મોડેલ યુવતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આ મૃતક યુવતીના દેહ પર ઈજાના નિશાન જોવા મળ્યાં છે. પોલીસને યુવતીની હત્યા કરાઇ હોવાનું અનુમાન લગાવી રહી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસને યુવતીનું નામ પ્રાચી મોરિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસને યુવતીને મારીને નાખી દીધી હોય એવું પ્રાથમિક અનુમાન લગાવી રહી છે. આ ઘટનામાં હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, મોડેલિંગ કરતી યુવતી ખંભાતથી પોતાનો શો પુરી કરીને 1 વાગે ઘરે આવતી હતી. તેની સાથે અંકિત નામનો મિત્ર પણ હોવાનુંસામે આવ્યું છે. હાલ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરીને અંકિત નામના યુવકની અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આગળનો લેખ