ગુજરાત રાજ્યની 26 બેઠકો પર 63.68 ટકા મતદાન નોંધાયું હતું.

બુધવાર, 24 એપ્રિલ 2019 (09:02 IST)
રાત્રે 10 વાગ્યા સુુધી પ્રાપ્ત થતા મતદાનના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યની 26 બેઠકો પર 63.68 ટકા મતદાન નોંધાયું હતું.
 
2014ની લોકસભાની ચૂંટણીમાં 63.31 ટકા મતદાન નોંધાયું હતું, એટલે કે આ વર્ષે મતદાનનું પ્રમાણ પાછલી લોકસભાની ચૂંટણી કરતાં 0.37 ટકા વધ્યું છે.
 
ગુજરાતમાં સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર 74.09 ટકા નોંધાયું છે.
સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 55.73 ટકા નોંધાયું છે.
ગુજરાત સહિત દેશની 117 બેઠકો પર 66 ટકા મતદાન નોંધાયું હતું.
 
રાત્રીના 9 વાગ્યા સુધીના મતદાનના આંકડા
ગુજરાતમાં અત્યાર સુધી 63.67 ટકા મતદાન થયું છે
વલસાડમાં સૌથી વધારે 74.09 ટકા મતદાન થયું છે
અમરેલીમાં સૌથી ઓછું 55.73 ટકા મતદાન થયું છે
દેશમાં ત્રીજા તબક્કાનું સરેરાશ 65.71 ટકા મતદાન થયું છે
હજી મતદાનના આંકડા અપડેટ થઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સફળ પરીક્ષણ બાદ પણ ગર્ભનિરોધક ગોળીઓ પુરુષો માટે કેમ નથી બની?