: શહેરના ચાંદલોડીયામાં એક યુવકે જાહેરમાં યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. યુવકે રસ્તામાં જ યુવતીને રોકી તેના પર હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે શહેરમાં દોડદામ મચી ગઇ હતી. જોકે યુવક નાસીછૂટે તે પહેલા આસપાસના સ્થાનિકો દ્વારા તેને ઝડપી લીધો હતો.
અમદાવાદના ચાંદલોડીયા બ્રિજ પાસે મિહીર ચૌધરી નામના યુવકે જાહેરમાં યુવતી પર છરીથી હુમલો કર્યો હતો. જો કે, યુવક ભાગે તે પહેલા જ સ્થાનિકોએ હિંમત કરીને તેને ઝડપી લીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતા લોકોએ યુવકને પોલીસને સોંપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, આ હુમલો પ્રેમ પ્રકરણમાં કરવામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ યુવક સામે તેના પરિવારજનોએ બે વર્ષ અગાઉ પણ ફરીયાદ નોંધાવી હતી. આ ઉપરાંત છેલ્લા 4 મહિના પહેલા પણ પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી. તેમ છતા કોઇ પગલા લેવાયા ન હતા. આ યુવકએ માત્ર યુવતીને જ નહીં પરંતુ તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી હતી.