બનાસકાંઠા જિલ્લામાં એક તરફી પ્રેમમાં એક સગીર યુવકે 19 વર્ષિય યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વડગામ તાલુકાના નંદોત્રા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા એક સગીર યુવકે માલિકની પુત્રીનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી છે. આ ઘટનાને લઇને પોલીસે આરોપની ધરપકડ કરી રિમાન્ડ હોમ મોકલી આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે જ્યારે યુવતી ઘરે એકલી હતી ત્યારે આરોપી સગીર તેની પાસે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જ્યારે યુવતીએ તેની આ માગનો ઈનકાર કર્યો તે તેણે દાતરડા વડે ગળાના ભાગે હુમલો કર્યો. યુવતીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું.
આ ઘટનાની જાણ થતા છાપી પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને યુવતીનો મૃતદેહ પીએમ અર્થે વડગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેને રિમાન્ડ હોમ મોકલી આપવામાં આવ્યો છે.