Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવા કરી લો લવિંગનો એક ઉપાય

નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવા કરી લો લવિંગનો એક ઉપાય
, મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (11:06 IST)
નવરાત્રી શરૂ થતા જ લોકો દેવી માતાની પૂજા કરવા માંડે છે.  આ સાથે જ લોકો તેની સાથે જોડાયેલ કેટલાક જ્યોતિષ ઉપાય પણ કરે છે. જેમા વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે  નવરાત્રિ દરમિયાન ભક્ત નવ દિવસ ભક્તિ-ભાવથી દેવીની ઉપાસના કરે છે. માન્યતા છે કે આ નવ દિવસમાં માતની પૂજા-અર્ચના કરવાથી મા શીઘ્ર પ્રસન્ન થાય છે. પણ શુ તમે જાણો છો કે આ ઉપરાંત તમે જ્યોતિષમા બતાવેલ કેટલાક ટોટકાને કરવાથી પણ દેવી દુર્ગાની કૃપા મેળવી શકાય છે. 
 
મિત્રો આપ સૌ જાણતા નહી હોય પણ જ્યોતિષ મુજબ નવરાત્રિના નવ દિવસમાં જો લવિંગથી જોડાયેલ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો ઘન-વૈભવની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન કરવામં આવતા લવિંગના કેટલાક ટોટકા વિશે સાથે જ તમે જાણી જશો કે તેની સાથે શુ હોય છે નસીબનુ કનેક્શન 
 
સૌથી પહેલા એક વાત યાદ રાખો કે નવરાત્રિના વિશેષ નવ દિવસમાં કરવામં આવતા આ ઉપાયોમાં વપરાતી લવિંગ અખંડ એટલે કે આખી હોવે એજોઈએ.  જ્યોતિષ મુજબ આર્થિક સ્થિતિને સારી કરવા માટે નવરાત્રિ દરમિયાન રોજ સાંજન અસમયે સળગતા કપૂરમાં બે લવિંગ નાખીને મા દુર્ગાની આરતી કરો. એવી માન્યતા છે કે આવુ કરવાથી ધન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે. 
 
બધા બગડેલા કાર્યોને બનાવવા માટે એક પાનના પત્તામાં લવિંગ મુકીને તેને બે હાથથી મા દુર્ગાના ચરણોમાં અર્પિત કરી દો.  તમારા કાર્યો સફળતાથી પાર પડશે. 
 
- જે યુવક કે યુવતીનુ લગ્ન ન થઈ રહ્યો હોય કે પછી લગ્નમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તે ચૈત્ર નવરાત્રિ દરમિયાન પોતાની ઉંમર જેટલા લવિંગ લઈને પીળા કે લાલ દોરામાં લપેટીને અને તેની માળા બનાવીને દુર્ગા માતાને પહેરાવો. આવુ કરવાથી ટૂંક સમયમાં જ લગ્નના યોગ બનવા માંડશે. 
 
- જો તમારો કોઈ શત્રુ કે વિરોધી તમારે માટે પરેશાની ઉભો કરી રહ્યો હોય તો નવરાત્રિમાં 108 લવિંગ લઈને મા દુર્ગાને અર્પિત કરો. એવુ કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન લવિંગથી આ ટોટકા કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Navratri 2019- આ પાંચ ઉપાયોથી પ્રસન્ન થશે દેવી માં, ભરી જશે સુખ-સંપત્તિનો ભંડાર